અહીંયા પર્વતોની વચ્ચે પ્રગટ્યા છે સ્વંયભૂ બાપ્પા, દર્શન કરો ને મનોકામના પૂર્ણ કરો

કાલીસિંધ નદીના કિનારે ઝાલાવાડથી લગભગ 10 કિલોમીટર દૂર મુકંદરા પર્વતના એક ઊંચા પહાડ પર પ્રાકૃતિક શ્રીગણેશની પ્રતિમા વર્ષોથી બનેલી છે. બલિંડા ઘાટના એક પહાડ પર બનેલી લગભગ 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન માટે બે પહાડો વચ્ચે બનેલાં રસ્તાને પાર કરવા પડે છે. અહીં રસ્તો બિલકુલ પણ સરળ નથી. જાણકાર લોકો પણ અહીં જ પહોંચી શકે છે. તો અમે તમને આ શ્રીગણેશ વિશે જણાવીએ.

45 ફૂટ ઊંચા પહાડ પર ગણેશ ભગવાનની લગભગ 30 ફૂટ ઊંચી પ્રતિમા બનેલી છે. પ્રાકૃતિક રીતે બનેલી આ પ્રતિમાની આસપાસ લોકો પ્રગટ શ્રીગણેશના રૂપને માને છે. પ્રાચીન સમયથી જ આ જગ્યા પર આસ્થા છે. લોકો આ બલિંડા ઘાટના શ્રીગણેશના નામથી ઓળખાય છે. તેમનું કહેવું છે કે, આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું નથી તે સ્વંય પ્રગટ થયા છે. ખાસ વાત છે કે, માલવા અને હાડૌતીના લોકો લગ્ન પહેલાં અહીં ભગવાનને આમંત્રણ આપવામાં આવે છે. પાંચ ખંડોમાં બનેલી આ પ્રતિમાના કાન, શીષ, લલાટ અને સૂંઢ છે.

જલદુર્ગ ગાગરોનથી પહેલાં મુકંદરા પર્વતમાળાની બે શ્રૃંખલાઓ વચ્ચે કાલીસિંધી નદી છે. બલિંડા ઘાટ અહીંથી લગભગ 2 કિલોમીટર દૂર છે. અહીં સુધી પહોંચવા માટે ધણી મહેનત કરવી પડે છે. પહાડો પર ઉતાર ચઢાવની સાથે જ કાચા રસ્તા દ્વારા અહીં પહોંચી શકાય છે, પણ લોકોની આસ્થા વચ્ચે આ દુર્ગમ રસ્તો પણ હાર માની જાય છે. દરેક વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે.

લોકો પોતાના શુભ કાર્યોની શરૂઆત પહેલાં પણ અહીં પૂજા અર્ચના કરે છે. પહાડો પર પ્રાકૃતિક રીતે જ શ્રીગણેશની પ્રતિમા ભગવાનનું રૂપ જ માને છે. વર્ષોથી અહીં આવતા લોકો સાથે કોઈ દુર્ઘટના થઈ નથી. મુકંદરાના પહાડો અને નદી પાસે હોવાને લીધે અહીં પ્રાકૃતિક સુંદરતા પણ દેખાય છે.

બલિંડા ઘાટના શ્રીગણેશજી ઝાલાવાડ જિલ્લાના મુખ્યાલયથી લગભગ 5 કિલોમીટર જલદુર્ગના નામથી વિખ્યાત ગાગરોન કિલ્લા આગળ સ્થિત છે. કિલ્લાથી 2 કિલોમીટર પછી નૌલાવ ગામ આવે છે. અહીં સુધી કોઈ પણ વ્હીકલથી પહોંચી શકાય છે. જેની આગળ લગભગ 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. કાલીસિંધ નદીના એક વળાંક પર અહીં મુકંદરા પિકનિક સ્પોટ આવે છે. તે રસ્તાથી પણ બલિંડા ઘાટ સુધી પહોંચી શકાય છે. આ વિસ્તાર વિધાનસભા મુજબ ખાનાપુરમાં આવે છે, પણ જિલ્લા મુખ્યાલય નજીક પડે છે.