અજય દેવગનની ‘દ્રશ્યમ’ની જેમ ગર્લફ્રેન્ડને મારી નાખી, કારણ જાણીને ડેન્ટિસ્ટ પર થૂંકશો એ નક્કી

સતનામાં ફિલ્મ દૃશ્યમ જેવી ઘટના સામે આવી છે. ડેન્ટિસ્ટે પોતાની આસિસ્ટન્ટની હત્યા કરી ક્લિનીક પાસે જ તેને દફનાવી દીધી છે. કોઈને શંક ના થાય એટલે, તેના ઉપર કૂતરાને પણ દાટી દીધો હતો. યુવતીના માતા-પિતાને ડેન્ટિસ્ટ એવું કહેતો હતો કે, તેમની દીકરીની નોકરી બીજે લાગી ગઈ છે. તે થોડાંક દિવસો પછી પાછી આવી જશે. દીકરી સાથે સંપર્ક ન થતાં પરિજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે યુવતીની કૉલ ડિટેઇલ કાઢી તો તેનું છેલ્લું લોકેશન ક્લિનીક પાસે મળ્યું હતું. પોલીસે ડૉક્ટરની કડક પૂછપરછ કરતાં તેને સત્ય જણાવ્યું હતું. પોલીસ મુજબ, વિભા કેવટ (24) એલએલબીની વિદ્યાર્થિની હતી, તે મલ્લાહન ટોલા ધવારીમાં રહેતી હતી. તો આશુતોષ કન્યા ધવારી સ્કૂલના શિક્ષકનો દીકરો છે, તે શિવરાજપુરનો રહેવાસી છે. અહીં તે એપીઈબી કોલોનીમાં રહે છે.

વિભા શહેરમાં કલેક્ટર ભવન પાસે ફેમિલી ક્લિનીકમાં ડૉક્ટર આશુતોષ ત્રિપાઠીની આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તે 14 ડિસેમ્બર 2020થી ગુમ હતી. તેની હત્યા ડેન્ટિસ્ટ ડૉક્ટર આશુતોષ ત્રિપાઠીએ કહી હતી. ડૉક્ટરે તેને પહેલાં પ્રેમજાળમાં ફસાવી, પછી તેનું શારિરીક શોષણ પણ કર્યું હતું. યુવતી વારંવાર ડૉક્ટરને લગ્ન કરવા માટે કહેતી હતી, પણ ડૉક્ટર આશુતોષ ત્રિપાઠી લગ્ન કરવા માગતો નહોતો. યુવતીએ વધારે દબાણ કરતાં ડૉક્ટરે તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આ પછી એક દિવસે ગળું દબાવી યુવતીની હત્યા કરી નાખી હતી.

દોઢ મહિના સુધી વાયદો કરતો રહ્યો, નોકરી ક્યાં લાગી જણાવ્યું નહીં
14 ડિસેમ્બર 2020એ યુવતી ગુમ થઈ ગઈ હતી. પરિજનોએ દીકરીને ફોન કર્યો હતો, પણ કોલ લાગ્યો નહીં. ડૉક્ટરોએ પૂછપરછ કરી તો તેને કહ્યું કે, તમારી દીકરીની નોકરી લાગી ગઈ છે, પણ ક્યાં નોકરી લાગી છે તેની માહિતી આપી નહીં. ડૉક્ટર ત્રિપાઠી લગભગ દોઢ મહિના સુધી વાયદો કરતો રહ્યો. દીકરી સાથે વાત ન થતાં નિરાશ પરિજનોએ પોલીસ સ્ટેશનમાં 1 ફેબ્રુઆરીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

કોલ ડિટેઇલમાં ખુલાસો થયો
પોલીસે વિભાની કોલ ડિટેઇલ કાઢી હતી જેમાં તે છેલ્લે ડૉક્ટર આશુતોષ ત્રિપાઠીને મોબાઇલ પર મલી હતી. આ પછી પોલીસે આશુતોષની ધરપકડ કરી હતી. પોલીસે તેની કડક રીતે પૂછપરછ કરતાં તેને હકીકત જણાવી હતી. તેને પોલીસને જણાવ્યું હતું કે, 14 ડિસેમ્બરે જ તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ જણાવ્યું કે, મૃતદેહને ક્લિનીક પાસે જ શૌચાલયની બાજુમાં ખાડો ખોદીને દાટી દીધો હતો. શનિવારે CSP વિજય પ્રતાપ સિંહ અને ટીઆઈ પોલીસ સ્ટેશનના અર્ચના દ્વિવેદી જવાનો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. ખાડો ખોદાવી મૃતદેહ કબજે કર્યો હતો.

ગળુ દબાવી હત્યા કરી, કૂતરા સાથે દાટી દીધી
પોલીસે જણાવ્યું કે, આરોપીએ આસિસ્ટન્ટની હત્યા તેના જ દુપટ્ટાથી ગળું દબાવીને કરી હતી. તેને ડર હતો કે, દુર્ગંધને લીધે લોકોને ઘટનાની જાણ ના થાય. બે દિવસ સુધી આરોપીએ મૃતદેહને ક્લિનીકમાં રાખ્યો હતો.

આ પછી હકીકત છુપાવવા માટે તેણે મરેલાં કૂતરાનો બંદોબસ્ત કર્યો. આ પછી મજૂરની મદદથી એક ખાડો ખોદાવ્યો હતો. મીઠાની થેલીઓ મંગવી હતી. આ પછી મૃતદેહ દાટી દીધો હતો. પછી તેના પર માટી નાખી દીધી હતી. આ પછી કૂતરાને પણ દાટી દીધો હતો. કેમ કે, કોઈને દુર્ગંધ આવે તો, તેમને યુવતીનો મૃતદેહ હોવાની શંકા થાય નહીં.