‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટનો અંદાજ જોઈ થઈ જશો ફિદા

આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સંજય લીલા ભણસાલીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક માફિયા ક્વીનનો રોલ પ્લે કરતી જોવા મળશે. ફિલ્મ પહેલાં આલિયા ભટ્ટનો લુક ઘણાં સમય પહેલાં જાહેર કરી દેવામાં આવ્યો છે, પણ ટીઝરમાં તેના અલગ એક્સપ્રેશન જોવા મળ્યા હતાં.

ટીઝરમાં સંજય લીલા ભણસાલીની આવડત અને અનુભવી ડિરેક્શનનો જાદુ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. સંજય દરેક વસ્તુને લાર્જરલ ધેન લાઇફ બતાવવાનો પ્રયત્ન કરે છે અને આલિયાને પણ દરેક અંદાજમાં રજૂ કરી છે.

થોડાંક દિવસોમાં એક પછી એક ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે અને આ ટીઝર વીડિયો સાથે સંજયે સ્પષ્ટ કરી દીધુ છે કે, તેમની આ ફિલ્મ 30 જૂલાઇએ સિનેમાઘરમાં રિલીઝ થશે.

વાત કરીએ આલિયા ભટ્ટના લુકની તો તેમણે એક મોટો ચાંદલો અને ડાબા ગાલ પર મસા સાથે ખૂબ જ સારી લાગી રહી છે.

જોકે, ટીઝરમાં તે મોટાભાગે સફેદ સાડીમાં દેખાય છે, પણ આ સાથે સંજય લીલા ભણસાલીએ એક્સપરિમેન્ટ કર્યો છે અને સફેદ સાડીમાં અલગ-અલગ રીતે આલિયાનો રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.

હાથમાં બંગડીઓ, વાળમાં ગજરો અને નાકમાં નથણી પહેરેલી આલિય ભટ્ટ ખૂબ જ પ્રભાવી લાગી રહી છે. ટીઝરના કોમેન્ટ બોક્સમાં દર્શકોનો પ્રેમ પણ જોવા મળ્યો છે.

જોકે, ફિલ્મના ટ્રેઇલરમાં શું જોવા મળશે તેની દરેકને રાહ છે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી વાસ્તવિક ઘટના અને તે વાર્તાના કેરેક્ટર પર આધારિત છે. ફિલ્મને ગયાં વર્ષે રિલીઝ કરવાના સમાચાર હતાં, પણ કોવિડને લીધે મેકર્સ ફિલ્મને રિલીઝ કરી શક્યા નહોતાં.