વાળ ખુલ્લા રાખીને ઘઉં દળતાં હોવ તો ચેતી જજો, આ મહિલા જેવા થઈ શકે છે હાલ - Real Gujarat

વાળ ખુલ્લા રાખીને ઘઉં દળતાં હોવ તો ચેતી જજો, આ મહિલા જેવા થઈ શકે છે હાલ

મહિલાને ઘંટીમાં ઘઉં પીસતી વખતે આકસ્મિક મોત નીપજ્યું હતું. જે જોઈને દરેકનું હૃદય જાણે ફાટી ગયુ હોય. વાસ્તવમાં, મહિલાના ખુલ્લા વાળને લોટ દળવાની ઘંટીમાં આવી ગયા હતા. જેના કારણે તે અકસ્માતનો શિકાર બની હતી. જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. જણાવી દઇએ કે આ દુખદાયક ઘટના આજે ફિરોજપુરમાં બની છે.

સેખાવો ગામના રહેવાસી કુલદીપસિંઘને તેના ઘરે લોટ દળવાની ઘંટી લગાવી રાખી છે. તે ઘરની બહાર હતો ત્યારે તેની પત્ની બલજિત કૌર મકાનમાં ઘંટીમાં ઘઉં દળી રહી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના વાળ ખુલ્લા હતા, જે ઘઉં પીસવાની ઘંટીનાં પટ્ટામાં તેના વાળ અટવાઈ ગયા હતા. જેના કારણે તેનું માથું જોરથી ઘંટી સાથે અથડાયુ હતુ.

જ્યારે ઘંટીએ લોટ લેવા આવેલા યુવકે મહિલાને લોહીલુહાણ હાલતમાં જોઈ ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. બુમો પાડતાં ઘટના સ્થળે ગ્રામજનોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. લોહીથી લથબથ બલજીતને લોકો હોસ્પિટલમાં લઈ ગયા.

ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને મોગે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કર્યા. પરંતુ, રસ્તામાં જ તેનુંમોત થયુ હતુ. તો, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તેમજ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.

જણાવી દઈએકે, ઘંટીમાં ક્યારેય ખુલ્લા વાળ રાખીને ચલાવવી જોઈએ નહીં, કારણ કે તેની પકડમાં આવવાનું હંમેશા જોખમ રહે છે.