બેકાબૂ બનેલી કાર બાળકને કચડ્યાં બાદ વીજ પોલ સાથે અથડાઇ, અરેરાટીભરી ઘટના

જયપુર: બુધવારની સવારે રાજસ્થાનના જયપુરમાં એક ફોર્ચ્યૂનર કારે ઘરની બહાર રમતા સાત વર્ષના બાળકને કચડી નાખ્યો. અકસ્માતમાં સાત વર્ષના બાળકનું મોત થઇ ગયું, અકસ્માતમાં બેકાબૂ બનેલી કાર બાળકને કચડ્યાં બાદ એક વીજ પોલ સાથે અથડાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો.

7 વર્ષનો શિવરાન સિંહ ઘરની બહાર મિત્રો સાથે રમતો હતો આ સમયે આ દુર્ઘટના ઘટી હતી. બે ઘર છોડીને રહેતો સુરેશ યાદવ જ ફોર્ચ્યૂનર કાર ચલાવતો હતો. આ સમયે કાર અચાનક બેકાબૂ થઇ ગઇ અને તેને એક બાળકને કચડી નાખ્યો ત્યારબાદ કાર વીજ પોલ સાથે ટકરાઇ.

અકસ્માત બાદ કાર ચાલક સુરેશ તેની બીજી ગાડીમાં બાળકને હોસ્પિટલ લઇ ગયો. જો કે હોસ્પિટલમાં પહોંચ્યાં બાદ ડોક્ટરે તમને મૃત જાહેર કર્યો. ત્યાર બાદ સુરેશ પરત ઘરે ફર્યો અને ફોર્ચ્યૂનર કાર લઇને ફરાર થઇ ગયો.

રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ
ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ આરોપીની બીજી કારમાં તોડફોડ કરી. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતક બાળક હજુ પ્રૈપમાં અભ્યાસ કરતો હતો