બંગલા રંગરેલિયા મનાવતા યુવક અને વિદ્યાર્થિની પકડાયા, માતાએ દીકરીને લાફા ઝીંક્યા દીધા

સુરતમાં અડાજણની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલ ડ્રેસમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે આવતા એક યુવકને સોસાયટીવાસીઓએ રંગેહાથે ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો. વિદ્યાર્થિનીના માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતા પરિવાર ચોંકી ગયું હતું. વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલીયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનાર યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ યુવક બંગલામાં જ ફર્નીચર એટલે કે સુથાર કામ કરે છે. ઘણા સમયથી આ યુવક એક સ્કૂલ ડ્રેસમાં કિશોરીને લઈને આવતો હોય અને કલાકો બાદ બન્ને પરત ફરતા હોય એટલે શંકા હતી. આખરે આજે આવતાની ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓ સાથે બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બન્નેને પકડી પાડ્યા હતા. ત્યારબાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે કિશોરીને વારંવાર પૂછતાં એણે કોઈ પણ હકીકત જણાવી ન હતી. જોકે યુવક પોલીસ આવતા જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો. જોકે પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતા પરિવારને જાણ કરાઇ હતી.

વધુમાં જણાવ્યું હતું કે કિશોરીની માતા આવતા જ ખબર પડી હતી કે કિશોરી ધોરણ-10ની વિદ્યાર્થિની છે અને યુવક એની જ સોસાયટીમાં રહે છે. ફળિયામાં રહેતી કિશોરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલીયા મનાવતા આવા યુવકોની સાવધાન રહેવા સમાન કિસ્સો સામે આવ્યો છે. જોકે અડાજણ પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. માતાએ તો પોતાની દીકરીને જાહેરમાં જ લાફા મારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.