આ 1 પથ્થર પાસે છે તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓનો તોડ

અમદાવાદઃ મનુષ્યના જીવનમાં કેટલીક સમસ્યાઓ એવી પણ રહે છે, જેનો ઉકેલ સમજી શકવો તેમના માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સુખ-શાંતિ અને પ્રગતિ માટે ગોમતી ચક્રના આ નાના-નાના ઉપાયોને અપનાવી શકાય છે. ગોમતી, નદીમાં મળતા અલ્પમોલી કેલ્શિયમ તથા પથ્થર મિશ્રિત હોય છે. તેની એક તરફની સપાટી ઉપસેલી હોય છે અને બીજી તરફ ચક્ર હોય છે. આ ચક્રોને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ગોમતી ચક્રોનો નિમ્ન રીતે ઉપયોગ કરવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે-

  1. જો ગોમતી ચક્રને લાલ સિંદૂરની ડબ્બીમાં રાખવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  2. જો ઘરમાં કોઈ વારંવાર બીમાર થતું હોય અથવા કોઈની બીમારી ઠીક ન થઈ રહી હોય તો ગોમતી ચક્રને ચાંદીમાં પરોવી દર્દીના પલંગ પર બાંધી દો, તેનાથી રોગોનો નાશ થવા લાગશે.
  3. વેપાર વૃદ્ધિ માટે બે ગોમતી ચક્ર લાલ કપડાંમાં બાંધીને તેને દુકાનના મુખ્ય દ્વારના ઓતરંગમાં બાંધી દો, એવું કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે.
  4. દિવાળીના દિવસે પાંચ ગોમતી ચક્રને પૂજામાં સ્થાપિત કરી તેમની પૂજા કરવાથી વર્ષ આખું ઘરમાં પ્રગતિ થતી રહેશે.
  5. ત્રણ ગોમતી ચક્રોનો ભૂકો કરી તેમને ઘરની બહાર ફેલાવી દેવાથી ભાગ્ય હકારાત્મક થાય છે.
  6. અગ્યાર ગોમતી ચક્રને લાલ કપડાંમાં વીટી દુકાનમાં રાખવાથી વેપારમાં લાભ થાય છે.
  7. પતિ-પત્નીમાં મતભેદ હોય તો ત્રણ ગોમતી ચક્ર લઈને ઘરના દક્ષિણ ભાગમાં ‘હલૂં બલજાદ’ કહીને ફેંકી દો. તેનાથી મતભેદ સમાપ્ત થઈ જશે.
  8. પુત્રપ્રાપ્તિ માટે પાંચ ગોમતી ચક્ર લઈને કોઈ નદી અથવા તળાવમાં ‘હિલિ હિલિ મિલિ મિલિ ચિલિ ચિલિ હુક’ પાંચ વાર બોલીને વિસર્જન કરો. આ પ્રયોગથી પુત્રપ્રાપ્તિની શક્યતાઓ વધી જાય છે.
  9. જો તમારા શત્રુ વધી ગયા હોય તો ત્રણ ગોમતી ચક્ર લઈને, તેના પર શત્રુનું નામ લખીને તે ત્રણે ગોમતી ચક્રોને જમીનમાં દાટી દો. આમ કરવાથી શત્રુનું શમન થશે.
  10. જો કોર્ટ-કચેરીમાં જતી વખતે ઘરની બહાર ગોમતી ચક્ર રાખીને તેના પર જમણો પગ મૂકીને જવામાં આવે તો તે દિવસે કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે છે.
  11. ભાગ્યોદય માટે ત્રણ ગોમતી ચક્રનું ચૂરણ બનાવીને ઘરની બહાર વીખેરી દેવાથી દુર્ભાગ્ય સમાપ્ત થઈ જશે.
  12. જો ચાર ગોમતી ચક્ર બુધવારના દિવસે પોતાના માથા પરથી વારીને ચારે દિશામાં ફેંકી દેવામાં આવે તો વ્યક્તિ પર કરવામાં આવેલ તાંત્રિક પ્રભાવ દૂર થાય છે.
  13. ગોમતી ચક્રને ચાંદીમાં જડાવીને બાળકના ગળામાં પહેરાવવામાં આવે તો તે બાળકને નજર લાગતી નથી અને તે સ્વસ્થ રહે છે.
  14. જો પાંચ ગોમતી ચક્રને દિવાળીના દિવસે પૂજાઘર કે મંદિરમાં સ્થાપવામાં આવે અને તેને લક્ષ્મીજી માનીને પૂજા-અર્ચના કરવામાં આવે તો તેના જીવનમાં ઉન્નતિ થતી જાય છે.
  15. જો સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો સાત ગોમતી ચક્રને પોતાના માથા પરથી ઉતારીને કોઈ બ્રાહ્મણ અથવા ફકીરને દાનમાં આપી દો, તો તે જ ક્ષણેથી રોગ ઠીક થવા લાગશે.
  16. ગોમતી ચક્ર લાલ પોટલીમાં બાંધીને દુકાનમાં કોઈ પણ જગ્યાએ રાખવામાં આવે તો, જ્યાં સુધી તે પોટલી દુકાનમાં રહેશે ત્યાં સુધી વેપારમાં ઉન્નતિ થતી રહેશે અથવા વેપાર બંધ પડવા આવ્યો હશે તો ફરીથી પ્રારંભ પણ થશે. વ્યાપારમાં કોઈ પણ જાતના અંતરાયો આવશે નહીં.