લગ્ન પહેલાં જ વરરાજાને કોરોના પોઝિટિવ પછી જે થયું તે જાણીને નવાઈ લાગશે

પંજાબમાં કર્ફ્યુ હોવા છતાં પણ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. આ મહામારીને કારણે લોકો પોતાના લગ્ન પણ ટાળી રહ્યાં છે. પરંતુ રાજ્યમાં એક એવો કેસ સામે આવ્યો છે કે જેમાં લગ્ન પહેલા વરરાજાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વાત એવી છે કે મોગાના રહેવાસી એક યુવકના 13 એપ્રિલે લગ્ન થવાના હતા. પરંતુ દુલ્હો પોઝિટિવ હોવાને કારણે તેના લગ્ન પોસ્ટપોન રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં સ્વાસ્થ્ય વિભાગે યુવકની મંગેતરને પણ ક્વોરંટાઇન કરી દીધી છે.

જાણકારી પ્રમાણે ફરીદકોટમાં રહેતો આ યુવક લોકડાઉનના કારણે સમાજ સેવામાં જોડાયો હતો. આ દરમિયાન તેની તબીયત ખરાબ થવા લાગી. જ્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી અને બે દિવસ બાદ તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ વાત સરકારી અધિકારીઓને થઇ તો તેઓ એક ટીમ બનાવી યુવકના ઘરે પહોંચ્યા અને તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો.

સ્વાસ્થ્ય વિભાગની ટીમે થનારી દુલ્હનના ઘરે જઇને તેના સમગ્ર પરિવારને સેંપલ લઇ બધાંને ક્વોરનટાઇન કર્યા છે. જો કે બંને પરિવારના કોઇપણ સભ્યમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી. હાલ બધાં 14 દિવસ સુધી હોમક્વોરન્ટાઈનમાં રહેશે.

ઉલ્લેખનીય છે કે અંદાજે એક મહિના પહેલા એટલે કે માર્ચની શરૂઆતના સપ્તાહમાં યુવક અને યુવતીની સગાઇ ફરીદકોટમાં થઇ હતી. વર ફરીદકોટનો રહેવાસી છે અને દુલ્હન મોગાની છે. બંનેના લગ્ન 13 એપ્રિલે નક્કી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં પંજાબમાં 173 કોરોના વાયરસના સંક્રમિત દર્દી સામે આવ્યા છે. જેમાં 12 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. આ મહામારીથી પ્રદેશને બચાવવા માટે પંજાબ સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી. જેમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ કરી 9 પાર્ટીના અધ્યક્ષ જોડાયા હતા.