અમદાવાદી વર અને સુરતી લાડીએ ફક્ત 17 મીનિટમાં જ કર્યાં લગ્ન? જાણો કેવી રીતે

સુરત: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે જે 15 તારીખે પૂર્ણ થશે. ત્યારે ગુજરાતમાં લગ્ન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે જોકે સુરતના એક કપલે એવા લગ્ન કર્યા હતાં આખું સુરત જોઈને આશ્ચર્ય પામી ગયું હતું.

સુરતમાં એક કપલના એવા લગ્ન યોજાયા જેમાં કોઈ પણ બેન્ડબાજા, વરઘોડો, ડાન્સ-સોંગ કે ડીજે નહીં માત્ર સાદા કપડાંમાં બેસીને બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતીએ માત્ર 17 મીનિટની આરતી ઉતારીને લગ્નલંગ્રીથી જોડાયા હતાં. આ કપલે ફેરા પણ ફર્યાં નથી. માત્ર ગુરૂ મહારાજની તસવીર પાસે બેસીને સાદા કપડામાં લગ્ન કર્યાં હતાં.

સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતાં જેમાં શરણાઈના અવાજ વગર આ લગ્ન કરવામાં આવ્યા હતાં. આ લગ્નમાં કોઈ પણ જાતની મોજ મસ્તી પણ કરવામાં આવી નહોતી. મહત્વની વાત છે કે, આ અનોખા લગ્નમાં મહેમાનો પણ ઘરેથી ટીફિન લાવી આ લગ્ન પ્રસંગમાં એકબીજા સંબંધી સાથે ભોજનની મજા માણી હતી.

સમાજના એક સારાં નિમાર્ણ માટે આ કપલે માત્ર 6 મહિના પહેલા સત્સંગમાં થયેલા પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો સામે ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે આ કપલે સમાજના કુ-રિવાજોને પણ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદમાં રહેતા નિહાર જનકભાઈ શાહ જાન વગર લગ્ન કરવા માટે સુરત પહોંચ્યા હતાં.

વરરાજા અમદાવાદ પરિવાર સાથે રહે છે અને તે બેંક મેનેજર તરીકે નોકરી કરે છે. જ્યારે 6 મહિના પહેલા સત્સંગમાં સુરતમાં રહેતી અશ્વિની પ્રભાકર દુવાડેના સંપર્કમાં આવ્યા હતા.