પૈસાદાર પરિવારનો નબીરો ડીઝલ ભરાવી પૈસા આપ્યા વગર કાર ભગાડી મૂકતો, પોલીસે આ રીતે દબોચી લીધો

એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સુખી સંપ્નન્ન પરિવારનો નીબરો અને બિલ્ડીંગ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો યુવક ડીઝલ ભરાવી પૈસા આપ્યા વગર જ કાર ભગાડી મૂકતો હતો. અંદાજે 35 લાખની કિંમતની ફોર્ડ એન્ડીવીયર કાર ચલાવતા આ યુવકે ગુજરાતભરમાં 9થી વધુ પેટ્રોલ પંપને આ રીતે ચુના લગાડ્યો હોવાની વાત છે. યુવક બારકોડ સ્કેનરથી પેમેન્ટની વાત કરી પેટ્રોલ પંપના કર્મચારીઓને વિશ્વાસમાં લઈ લેતો અને પછી ડીઝલ પુરાવાની ભાગી જતો હતો. એટલું જ નહીં યુવક પકડાઈ ન જાય એટલા માટે કારની નંબર પ્લેટને કપડાંથી ઢાંકી દેતો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ઉમરગામ તાલુકાના ફણસાના ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ 21 મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના 8.25 કલાકે નંદીગામના રિલાયન્સ પેટ્રોલ પંપ પર એન્ડીવીયર કાર માં રૂ.5677.77નું ડીઝલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વિના છું થઈ ગયો હતો. ભીલાડ પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભીલાડ પોલીસે યુવાનને ઝડપી પાડ્યો હતો. યુવાને આ અગાઉ ભીલાડ વિસ્તારમાં 2, પારડી ઉદવાડા વિસ્તારમાં ત્રણ અને મહારાષ્ટ્રના વસઈ તલાસરી પેટ્રોલ પંપ પર ત્રણ વાર આક પરાક્રમ કર્યું હોવાની કબૂલાત કરી છે.

મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના ફણસા ચાર રસ્તા પર રહેતો ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (વય,25) 21મી સપ્ટેમબરના રોજ રાત્રીના 8.25 કલાકે ભીલાડ નજીક નંદીગામ ખાતે મુંબઇથી વાપી તરફ આવતા ને. હા. પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર એન્ડીવીયર કારમાં ડીઝલ ભરવાં ગયો હતો. ફિલરમેનને બારકોડ સ્કેનરથી પેમેન્ટ કરું હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લઇ 58.77 લીટર ડીઝલ કિંમત રૂ.5677.77નું ભરાવી ડિસ્પેનસરીમાંથી નોઝલ બહાર કાઢતા રૂપિયા ચૂકવવા વિના વાપી તરફ કાર હંકારી મૂકી હતી.

ફિલરમેંન દ્વારા બુમાબુમ કરતા પેટ્રોલ પંપનો સુપરવાઈઝર અને અન્ય ફિલર મેંન આવે તે પહેલાં કારચાલક એન્ડીવીયર કાર લઈ રફુચક્કર થઈ ગયો હતો. કારચાલકની કરતુત પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પાતળા બધાનો અને દાઢીવાળો કાર ચાલકે કારની પાછળની નંબર પ્લેટ કપડાંથી ઢાંકી દીધી હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું.

આ અંગે પેટ્રોલ પંપના ફિલરમેન મનોજભાઈ કમલેશભાઈ વડાને (રે,સંભા, તલાસરી,મહારાષ્ટ્ર)એ અજાણ્યા કારચાલક વિરુદ્ધ 25મી સપ્ટેમ્બરના રોજ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભીલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ બાદ પીએસઆઇ બીએચ રાઠોડે તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીદાર અને વર્ણન ના આધારે તપાસ હાથ ધરતા કારચાલક ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ફણસાનો હોવાનું બહાર આવતા તેની અટક કરી હતી.ભીલાડ પોલીસ મથક માં પોહચતાં કાર ચાલક ધવલ ચૌહાણે પોતાની કરતુત પોલીસ સમક્ષ કબૂલી હતી.

ઉમરગામના ફણસા ચાર રસ્તા ખાતે રહેતો અને બિલ્ડીંગ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ એન્ડીવીયર કાર ન.GJ.04.9946માં નંદીગામ પેટ્રોલપંપ પર 58.77 લીટર ડીઝલ ભરાવી રૂપિયા 5677.77 ચૂકવ્યા વિના છૂ થતાં ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.ભીલાડ પોલીસે પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી ફૂટેજ લઈ ખાનગી બાતમીદારના સહયોગથી કાર ચાલકની ભીલાડ પોલીસે ફણસાથી અટક કરી તપાસ હાથ ધરી હતી. જેમાં કારચાલક ધવલસિંહે ભીલાડ વિસ્તારમાં ત્રણ, ઉદવાડા પારડી વિસ્તારમાં 3 અને તલાસરી વસઈ વિસ્તારમાં 3 પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવી છૂ થઈ ગયો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.