TV પર ‘બાલિકા વધૂ’ની વાપસી, 12 વર્ષમાં આટલી બદલાઈ ગઈ નાની આનંદી

મુંબઈઃ દેશમાં 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. ટીવી પર જૂનાં ફેમસ શૉ ફરીથી પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. એવામાં ટીવીનો ખૂબ જ લોકપ્રિય શૉ ‘બાલિકા વધૂ’ ફરી પ્રસારિત થઈ રહ્યો છે. શૉમાં આનંદીનો રોલ પ્લે કરનારી અવિકા ગૌરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કરી આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, 12 વર્ષમાં આનંદી એટલે કે અવિકાના લૂકમાં ઘણો બદલાવ આવ્યો છે અને તે ખૂબ જ ગ્લેમરસ થઈ ગઈ છે. આ ઉપરાંત અવિકા ટીવીની દુનિયા પછી હવે ફિલ્મોમાં સક્રિય છે.

અવિકાએ તેનાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનાં વીડિયોનાં કેપ્શનમાં લખ્યું કે, ‘બાલિકા વધૂ’ એકવાર ફરી પ્રસારિત કરવામાં આવશે. હું ખૂબ જ ખૂશ છું. આ ઉપરાંત શૉમાં આનંદીનાં સસરાનો રોલ પ્લે કરનારા ભૈરો એટલે કે અનૂપ સોનીએ પણ ટ્વીટર પર માહિતી આપતાં લખ્યું કે, 13 એપ્રિલથી ફરી એકવાર કલર્સ પર જગિયા અને આનંદી આવી રહ્યા છે. ‘બાલિકા વધૂ’ સોમવારથી શુક્રવાર સાંજે 6 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.

‘બાલિકા વઘૂ’માં આનંદીના કેરેક્ટરથી ફેમ મેળવનારી આવિકા ગૌર 22 વર્ષની છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો અવિકા ગુજરાતી પરિવારથી બિલોન્ગ કરે છે.

2008માં શરૂ થયેલાં આ શૉમાં આનંદીનો રોલ પ્લે કરી અવિકાને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. આ શૉ પછી અવિકા ઘરે-ઘરે આનંદીના નામથી ઓળખાવવા લાગી હતી. અત્યારે અવિકા સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે.

અવિકાના પિતા સમીર ગૌર ઇન્સ્યોરન્સ એજન્ટ અને માતા ચેતના ગૌર હાઉસવાઇફ છે. અવિકાનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયું હતું. અવિકાને હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા આવડે છે. સાથે જ તે કેટલાંક ફેશન શૉમાં પણ ભાગ લઈ ચૂકી છે.

‘બાલિકા વધૂ’ પછી અવિકા ટીવી શૉ ‘ સસુરાલ સિમર કા’(2011-16)માં જોવા મળી હતી. 14 વર્ષની ઉંમરમાં અવિકા આ શૉમાં પરિણીત મહિલાનો રોલ પ્લે કરતી હતી. જેમાં તેના હસબન્ડ મનીષ રાયસિંધાની બન્યા હતાં. આ પછી જ અવિકા અને મનીષના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતાં.

અવિકા અને મનીષની રિલેશનશિપ લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. બંનેને ઘણીવાર સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા હતા. એક ઇન્ટર્વ્યૂમાં અવિકાએ કહ્યું હતું કે, ‘તેમના અને મનીષ વચ્ચે ખૂબ જ સારા સંબંધ હતાં અને રિલેશનશીપની અફવાથી તેમના સંબંધને કોઈ ઇફેક્ટ નથી કરી શકતી.’ અવિકાએ પણ કહ્યું, ‘મનીષ મારા ડેડથી થોડાં જ નાના છે, એવામાં અમારા વચ્ચે રોમાન્સનો કોઈ ચાન્સ જ નથી.’

ઉલ્લેખનીય છે કે, અવિકાએ બૉલિવૂડની કેટલીક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટનો રોલ પ્લે પણ કર્યો હતો. આ પછી તે સાઉથની ફિલ્મોમાં પણ લીડ એક્ટ્રસનો રોલ પ્લે કરી ચૂકી છે.