જયદેવ ઉનડકટના લગ્નમાં ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવતનો પડ્યો વટ, તસવીરોમાં ખાસ

ગુજરાતના સૌથી મોટા રિસોર્ટમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને રિની લગ્નગ્રંથીથી જોડાયા હતાં જેમાં નજીકના જ મહેમાનોને બોલાવવામાં આવ્યા હતાં. આ ભવ્ય લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે જોઈને ચાહકોએ શુભેચ્છાનો વરસાદ કર્યો હતો. આ લગ્નમાં અભિનેત્રી ભક્તિ કુબાવત ચર્ચાનો વિષય બની હતી.

જયદેવ ઉનડકટ અને રિનીના લગ્નમાં અભિનેત્રી ભક્તિ કુબાવતે પાણ હાજરી આપી હતી. આ લગ્નમાં ભક્તિનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. લગ્નમાં ભક્તિનો વટ પડી ગયો હતો.

જયદેવના ઘણાં મિત્રોએ અભિનેત્રી ભક્તિ કુબાવત સાથે તસવીરો ક્લિક કરાવી હતી. એટલું જ નહીં ભક્તિએ પણ રિસોર્ટમાં પોતાની ઘણી તસવીરો ક્લિક કરાવી હતી. સંગીત સેરેમની અને હલ્દી સેરેમનીના દિવસે પણ ભક્તી જોવા મળી હતી જેમાં જયદેવ અને રિનીએ ભક્તિ એકસાથે જોવા મળ્યા હતાં. જયદેવ અને રિની મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યા હતાં.

સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ગઈકાલે સોમવારે આણંદના એક લેવિસ રિસોર્ટમાં છાનામાના લગ્ન કરી લીધા હતા. ઉનડકટે તેની મંગેતર રિની સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન દરમિયાન કપલે સ્ટેજ પર સોલો ડાન્સ પણ કર્યો હતો. આ લગ્નમાં સૌરાષ્ટ્ર ટીમના મોટાભાગના ખેલાડીઓ હાજર રહ્યા હતા. ગુજરાતી પરંપરાગત લગ્નમાં મહેમાનોએ મન મૂકીને મજા માણી હતી.

લગ્નના એક દિવસ પહેલા જ જયદેવ અને રિનીની સંગીત સેરેમની યોજવામાં આવી હતી જેમાં જયદેવના મિત્રો જોવા મળ્યા હતાં. સંગીત સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જયદેવ અને રિનીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેમ્બર પણ હાજર રહ્યાં હતા જેમની તસવીરો સામે આવી હતી.

જયદેવ ઉનડકટની મંગેતર રિની વ્યવસાયે વકીલ છે. રિની અન જયદેવે 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી.

અભિનેત્રી ભક્તિ કુબાવતના માતા-પિતાનો સારો સપોર્ટ રહ્યો છે. ભક્તિ જ્યારે બેંગ્લોરમાં હતી ત્યારે તેને મોડલિંગની ઓફર આવી હતી. એજન્ટોએ જ તેને મોડલિંગ માટે કોશિશ કરવાનું અને ઓડિશન આપવાનું કહ્યું હતું.

ભક્તિ કુબાવતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એક એડ અને અનેક મોડલિંગ અસાઈમેન્ટ પણ કર્યાં છે. તેને ફેમિનાના કવર પેજ પર પણ સ્થાન મળ્યું હતું. તેમજ ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલમાં પણ તેણે ભાગ લીધો હતો.