ગુજરાતના આ મુસ્લિમ દંપત્તિએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કર્યાં 1.51 કરોડ રૂપિયા દાન

છેલ્લા ઘણાં સમયથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ હવે તે વિવાદનો અંતા આવી ગયો છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે દાન ઉઘરાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતના ઘણાં લોકોએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ત્યારે આજે વધુ એક ગુજરાતીએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. આ દંપત્તિની ગુજરાતના બધાં ખુશે આજે ચર્ચા થઈ રહી છે કારણ કે આ દાન ગુજરાતના એક મુસ્લિમ દંપત્તિ આપ્યું છે. આ મુસ્લિમ દંપત્તિએ રામ મંદિરના નિર્માણે માટે 1.51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આજે ગુજરાતમા આ દંપત્તિની વાહ વાહ થઈ રહી છે.

રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 31 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. ત્યારે પાટણના ડોક્ટર દંપત્તિએ સૌથી વધુ દાન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડોક્ટર હામિદ મંસુરી અને મુમતાઝ મંસુરીએ રામ મંદિરના નિર્માણ માટે 1.51 રોડ રૂપિયાનું દાન આપ્યું છે.

રામ મંદિરના નિર્માણ માટે વીએચપીએ અત્યાર સુધીમાં 31 કરોડ રૂપિયાનું દાન ભેગુ કર્યું છે. ત્યારે પાટણના મુસ્લિમ દંપત્તિએ અનોખી પહેલ કરી હતી અને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ દંપત્તિએ માનવતા અને ભાઈચારાનો ઉત્તમ દાખલો સમાજમાં બેસાડ્યો હતો. પાટણ જિલ્લામાં આજે આ દંપત્તિના વખાણ થઈ રહ્યાં છે.

પાટણના રહેવાસી મંસુરી દંપત્તિએ ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે પોતાની તીજોરીના દરવાજા ખોલી દેતાં હિન્દુ ભાઈ-બહેનોમાં પણ ખુશીના આંસૂ જોવા મળ્યા હતાં. આ દંપત્તિની પાટણમાં ચર્ચા જાગી હતી.

આ મંસૂરી દંપત્તિ અયોધ્યા પણ જઈ આવ્યું છે. તેમને ખુદ રામમંદિર પ્રત્યે શ્રદ્ધા છે. તેમની આસ્થામાં માનવતા છે. તેઓ રામમંદિરમાં જઈને દર્શન કરી આવ્યા છે. મુમતાજ મંસૂરીએ બાધા રાખી હતી કે, જલદી તે મંદિરનું નિર્માણ શરૂ થઈ જાય અને જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો આ દંપત્તિ દાન આપવામાં પણ પીછે હઠ નથી કરી રહ્યું.

અયોધ્યા સિવાય પણ આ ડોક્ટર દંપતિ ભારતમાં ઘણા મંદિરોમાં દર્શને જઈને આવ્યું છે. પોતે મુસ્લિમ હોવા છતાં પણ તેઓ ધર્મમાં કોઈ ભેદભાવ માનતા નથી. દંપત્તિનું કહેવું છે કે, માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે અને અમે ભારતીય છીએ માટે અમને ભારતીય હોવા પર ગર્વ છે.

શું રાખી હતી બાધા: હામિદ મંસૂરી અને મુમતાજ મંસૂરીએ જણાવ્યું હતુ કે, રામમંદિરના નિર્માણ અંગે જ્યારે નિર્ણય આવ્યો નહતો ત્યારે મેં બાધા રાખી હતી અને હવે તો નિર્ણય આવી ગયો. હું ખરેખર ભાગ્યશાળી છું.