ઉત્તર ગુજરાતના આ ગામના શહીદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

પાલનપુર: બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના મોટા ગામના મહેન્દ્રસિંહ ઓરિસ્સામાં ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા. જેમનું અવસાન થતાં શહીદ જવાનના મૃતદેહને પોતાના વતન મોટા ગામે લાવવામાં આવ્યો હતો. જ્યાં સમાજના રીત-રીવાજ વચ્ચે ગાર્ડ ઓફ ઓનર સાથે બુધવારે તેમની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી જ્યારે પરિવારનોની આંખોમાં આસું જોવા મળ્યાં હતાં.

પાલનપુર તાલુકાના મોટા ગામે રહેતા અને ઇન્ડીયન આર્મીમાં ઓરીસ્સા ખાતે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ મગનસિંહ હડીયોલનું અવસાન થયું હતું. જેથી તેમના પાર્થિવ દેહને તેમના વતન મોટા ગામે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાનની બુધવારે સવારે અંતિમ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી અને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારબાદ શહીદ જવાન ના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવતા પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. મોટા ગામનો જવાન શહીદ થતા સંતાનોએ પિતાની અને પત્નિએ પતિની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો છે.

ઓરીસ્સામાં આર્મિમાં ફરજ બજાવતાં ગુજરાતનો જવાન શહીદ થયો હતો તેમના મૃતદેહન પ્લેન મારફતે તેના વતને મોકવામાં આવ્યો હતો. પરિવારજનો મૃતદેહને જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં. જ્યારે ગામના લોકો પણ ઉમટી પડ્યાં હતાં.