આ ગુજરાતી ખેડૂતે શરૂ કરી ‘ડ્રેગન ફ્રુટ્સ’ની ખેતી, આ ખેતી એકવાર કર્યા પછી કેટલા વર્ષ ચાલે છે? - Real Gujarat

આ ગુજરાતી ખેડૂતે શરૂ કરી ‘ડ્રેગન ફ્રુટ્સ’ની ખેતી, આ ખેતી એકવાર કર્યા પછી કેટલા વર્ષ ચાલે છે?

સુરત: કામરેજ તાલુકાના પ્રગતિશીલ યુવા ખેડૂત જીગર દેસાઈએ ત્રણ વિઘા જમીનમાં નવો પ્રયોગ કરી મોટી કમાણી કરવાની શરૂઆત કરી દીધી છે. જીગરે પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ પરંપરાગત ખેતી છોડી ‘ડ્રેગન ફ્રુટ’ની ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ વિચારતા કરી દીધા છે. માત્ર ત્રણ વિઘા જમીન હોવા છતાં હવે તેઓ લાખો રૂપિયામાં કમાણી કરી રહ્યા છે.

ડ્રેગન ફ્રુટ્સની ડિમાન્ડ વધી રહી છે અને તેનો ભાવ પણ 200થી 300 રૂપિયા કિલો જેટલો મળી રહે છે. ડિસેમ્બર 2015માં જિગરે પોતાના ખેતરમાં 3000 છોડ વાવ્યા હતા. તે સમયે તેની આસપાસના ખેડૂતોને ડ્રેગન ફ્રુટ વિશે કંઈ જ માહિતી નહતી.

લોકો આવા વિચિત્ર ફળની ખેતી કરવા બદલ જીગર પર હસતા હતા. એક મહિનાની મહેનતમાં તેમણે ખેતરમાં સિમેન્ટના 751 પોલ ઉભા કર્યાં અને એક પોલમાં ડ્રેગનના ચાર ટિશ્યૂ લેખે ત્રણ હજાર છોડ વાવ્યા હતાં.

આમ તો રોપણી બાદ 20 મહિને ડ્રેગન ફ્રુટ પાકે છે પરંતુ જીગરે યોગ્ય જાળવણી કરતાં માત્ર નવ મહિનામાં જ ફળ આવવાનું શરૂ થઈ ગયું હતું. તેણે શરૂઆતમાં 8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે હવે સળંગ 25 વર્ષ સુધી તેણે જે છોડ વાવ્યા છે તેમાં ફળનું ઉત્પાદન ચાલુ રહેશે.

You cannot copy content of this page