ટીવી એક્ટ્રેસ રશ્મિએ કહ્યું, ‘‘સુરજે મને એક જગ્યાએ બોલાવી ડ્રિંકમાં કંઇક નાખ્યું અને પછી…’’

મુંબઇ: બિગ બોસ-13 ની સ્પર્ધક રહેલી રશ્મિ દેસાઇ ટીવી ઇન્ડસ્ટ્રીમાં નામના ધરાવે છે. તેણે એકથી એક ચડિયાતા શૉ કર્યા છે અને દર્શકોઓ તેની એક્ટિંગ ખૂબ પસંદ કરી છે. પરંતુ તેને આ સ્ટેજ સુધી પહોંચવામાં કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું છે. ત્યારે હવે એક ઇન્ટર્વ્યુમાં રશ્મિએ ચોંકવનોરા ખુલાસો કરતા તેની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચના કડવા અનુભવ વિશેની વાતો શેર કરી છે.

પિંકવિલાના અહેવાલ અનુસાર રશ્મિ દેસાઇએ કાસ્ટિંગ કાઉચના બિહામણા અનુભવને શેર કરતા કહ્યુ કે- 13 વર્ષ પહેલા મેં એક્ટિંગ ક્ષત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે હું એકદમ યુવા હતી અને નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી હતી.

“ઇન્ડસ્ટ્રીમાં કોઇને ઓળખતી ન હતી. મને આજે પણ યાદ છે કે જ્યારે મને કહેવામાં આવ્યું કે તો તું કાસ્ટિંગ કાઉચ નહીં કરવા દે તો તને કોઇ કામ નહીં આપે.” રશ્મિએ કહ્યુ- તેનું નામ સુરજ હતું. મને નથી ખબર કે હવે તે ક્યાં છે. પહેલાવાર જ્યારે અમે મળ્યા તો તેણે મને statistics વિશે પૂછ્યું હતું. તે વખતે મને તેનો અર્થ શું થાય તેની જાણ ન હતી અને સુરજ પણ જાણતો હતો કે હું આ ફિલ્ડમાં એકદમ નવી છું.

તે પહેલા વ્યક્તિ હતો જેણે મારો ફાયદો ઉઠવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મને શારીરિક રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ તેણે મને ઓડિશન માટે બોલવી. હું ખૂબ જ એક્સાઇટેડ હતી.

ટીવી સિરિયલ ‘ઉતરનની’ એક્ટ્રેસે કહ્યું- હું ત્યાં પહોંચી ગઇ. ત્યાં સુરજ એકલો જ હતો. તેના સિવાય ત્યાં બીજુ કોઇ ન હતું. ઓડિશન માટે કોઇ કેમેરો પણ ન હતો. થોડીવાર બાદ તેણે મારા ડ્રિંકમાં કંઇક ભેળવવનો અને મને બેભાન કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. હું બોલતી રહી કે મારે આ ડ્રિંક નથી પીવું.

મહામહેનતે હું અઢી કલાક બાદ ત્યાંથી બહાર નિકળવામાં સફળ રહી અને ઘરે જઇને મેં મારી માતાને આ તમામ બનાવ વિશે જાણ કરી. બીજા દિવસે અમે સુરજને મળવા ગયા અને મારી માતાએ તેને એક જોરદાર થપ્પડ મારી હતી.