શિયાળામાં રોજ ખાવા ગુંદના લાડુ, થશે આ ફાયદાઓ

અમદાવાદઃ કમજોરી દુર કરવા માટે ગુંદના લાડુ ખાવા ફાયદાકારક છે. ખાસ કરીને ઠંડીની મોસમમાં ગુંદના લાડુ ખાવાથી ડાઈજેશન સારૂ રહે છે. આ દિવસોમાં ભુખ વધુ લાગે છે. આથી ગુંદના લાડુ જેવી ઘીમાંથી બનેલી વસ્તુઓ સરળતાથી પચી જાય છે. આયુર્વેદાચાર્યા અનુસાર રોજ નાસ્તામાં એક ગુંદનો લાડુ ખાવાથી કમજોરી દુર થાય છે. ઈચ્છો તો લાડુ બનાવતા સમયે ગુંદની સાથે મગ દાળનો લોટ અને સોયાબીનનો લોટ મિક્સ કરી લો. આનાથી લાડુનો ટેસ્ટ અને બેનેફિટ્સ બન્ને વધી જાય છે.

મહિલાઓ શા માટે ખાવા ગુંદના લાડુ?
પ્રેગનેન્સી દરમિયાન લાડુ ખાવાથી તાકાત મળે છે. આનાથી મા અને બાળક બન્ને હેલ્ધી રહે છે. આ બ્રેસ્ટફિડિંગ મધરમાં મિલ્ક પ્રોડક્શન વધારે છે. જે મહિલાઓનું વજન ઓછુ છે, તે જો રોજ ગુંદના લાડુ ખાઈને દુધ પીઓ તો ઝડપથી વજન વધશે અને કમજોરી દૂર થશે.

કેવી રીતે બનાવવા ગુંદના લાડુ?
એક પેનમાં ઘી લઈ ગુંદને તળી લો. આને મિક્સરમાં પીસી લો. હવે પીસેલી સાકર, ગુંદ, એલચી પાઉડર અને ઘી મિક્સ કરી લાડુ બનાવી લો. આને એરટાઈટ ડબ્બામાં રાખો.

આ વાતનું ધ્યાન રાખો :
જો તમારુ વજન વધારે છે તો એક દિવસમાં એક જ લાડુ ખાવો. આને વધુ ખાવાથી વજન વધે છે. બેથી વધુ ન ખાવા, આનાથી કબજિયાતની પ્રોબ્લેમ થઈ શકે છે.

પાવર વધારવાનો દેસી નુસખો :

  • આમાં આયર્ન હોય છે. આનાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ થાય છે. ભરપૂર તાકાત મળે છે
  • આમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. આનાથી હાડકા અને મસલ્સ મજબૂત થાય છે
  • આમાં ફાઈબર્સ હોય છે. આનાથી ડાઈજેશન ઈમ્પ્રુવ થાય છે. પેટની પ્રોબ્લેમ દુર થાય છે
  • આમાં ફોલિક એસિડ હોય છે. આ પીરિયડ્સ પ્રોબ્લેમ અને વ્હાઈટ ડિસ્ચાર્જથી બચાવે છે