સુંવાળા સંબંધો બાદ જીમ ટ્રેનર નહોતો આપતો ભાવ, કાસળ કાઢી નાંખવા ડૉક્ટરની પત્નીએ જૂના BFને બોલાવ્યો

પટનાઃ 18 સપ્ટેમ્બરની સવારે બિહારની રાજધાની પટનામાં જિમ ટ્રેનર વિક્રમ સિંહ પર અંધાધુધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. હવે પોલીસે આ અંગે આરોપીની માહિતી આપી છે. એસએપસી ઉપેન્દ્ર કુમાર શર્માએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વિક્રમ સિંહની હત્યાનું પ્લાનિંગ શ્રાવણ મહિનામાં કરવામાં આવ્યું હતું. આ ઘટના પાછળ ડોક્ટર રાજીવ કુમારની પત્ની ખુશ્બૂ સિંહ માસ્ટરમાઇન્ડ છે. છેલ્લાં ત્રણ મહિનાથી તે વિક્રમની હત્યાના પ્લાનિંગમાં હતી. હવે વિક્રમ તથા ખુશ્બૂની અતરંગ તસવીરો સામે આવી છે. આ તસવીરો પરથી ખ્યાલ આવે છે કે બંને વચ્ચે ઘણાં જ ગાઢ સંબંધો હતા.

ઉલ્લેખનીય છે કે ખુશ્બૂના પાંચ વર્ષ સુધી મિહિર સાથે સંબંધો હતાં. જોકે, આ દરમિયાન ખુશ્બૂના જીવનમાં વિક્રમ આવી ગયો હતો અને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. જોકે, આ સંબંધો લાંબા ટક્યા નહીં. વિક્રમને રસ્તામાંથી હટાવવા માટે જ ખુશ્બૂએ પૂર્વ બોયફ્રેન્ડ સાથે ફરી સંપર્ક સાધ્યો હતો અને બંનેએ સાથે મળીને વિક્રમ પર જીવલેણ હુમલો કરાવ્યો હતો.

પટના પોલીસે ડોક્ટર રાજીવ તથા ખુશ્બૂને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આખો દિવસ તેમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. મોડી સાંજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિમ ટ્રેનરને મારવા માટે શાર્પ શૂટરને 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કેસમાં ડોક્ટર રાજીવનું નામ આવતા જ તેમને રાજકીય પાર્ટી જદયૂમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

વિક્રમ સિંહ તથા ખુશ્બૂ વચ્ચે એક સમયે અફેર હતું. ત્યારબાદ ડોક્ટર રાજીવે વિક્રમ સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિક્રમ સિંહને પાંચ ગોળીઓ વાગી હતી અને તે લોહી નીતરતી હાલતે હોસ્પિટલમાં ગયો હતો.

ખુશ્બૂ પૂર્વ બોયફ્રેન્ડના સંપર્કમાં આવીઃ વિક્રમને જાનથી મારી નાખવા માટે ખુશ્બૂ પોતાના પૂર્વ બોયફ્રેન્ડ મિહિર સિંહના સંપર્કમાં આવી હતી. બંનેની મિત્રતા છ વર્ષ જૂની છે. ફિઝિયોથેરપિસ્ટ પતિ પાસેથી પૈસા લઈને ખુશ્બૂએ મિહિરને આપ્યા હતા. મિહિરે જ પોતાના કઝિન સૂરજના માધ્યમથી બે શાર્પ શૂટર તૈયાર કર્યા હતા. આ સેટિંગ શ્રાવણ મહિનામાં કરવામાં આવ્યું હતું. અઢીથી ત્રણ લાખમાં આ ડીલ થઈ હતી, જેમાં 1 લાખ 85 હજાર રૂપિયા ખુશ્બૂએ કટકે કટકે આપ્યા હતા.

ખુશ્બૂએ મિહિરને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તે વિક્રમને રસ્તામાંથી હટાવી દે. તેણે તેને બહુ હેરાન કરી હતી. ઘટના બાદ વિક્રમે એફઆઇઆરમાં ખુશ્બૂનું નામ લખ્યું હતું. તેણે કહ્યું હતું કે ખુશ્બૂએ જ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. શ્રાવણ મહિનાની આસપાસ વિક્રમ પોતાની મહિલા મિત્રની સાથે ખુશ્બૂને રૂપિયા આપવા માટે સંત માઇકલ સ્કૂલ પાસે કારમાં ગયો હતો.

મિહિર દિલ્હી ભાગી ગયોઃ પોલીસના મતે, તેમણે બે ટીમ બનાવીને કેસની તપાસ કરી હતી. એક ટીમ ડોક્ટર તથા પત્નીના ભૂતકાળની તપાસમાં હતી તો બીજી ટીમ ગુનેગારોને શોધવામાં વ્યસ્ત હતી. એસએસપીની ટીમ ઘટનાસ્થળની તપાસ કરીને ગુનેગારો સુધી પહોંચી હતી. ગુનેગારો અગમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાગવત નગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ત્રણમાંથી એક શૂટરે આ ફ્લેટ લીધો હતો. પોલીસને અહીં સુધી પહોંચવામાં 48 કલાક થયા હતા. ગુનેગારોને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસ તેમના સુધી આવી જશે અને તેઓ ભાગવાની ફિરાકમાં હતાં.

પોલીસનો દાવો છે કે ગુનેગારોએ કોણે સોપારી હતી, તેના નામ લીધા છે. આખો પ્લાન પણ જણાવ્યો હતો. આ ગુનેગારોએ મિહિર સિંહનું નામ લીધું હતું. ઘટના બાદ મિહિર દિલ્હી ફરાર થઈ ગયો હતો. જ્યારે પરિવારે તેને બિહાર પરત આવવાનું કહ્યું ત્યારે તે આવ્યો હતો. તે ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગીને 20 મિનિટે ફ્લાઇટથી આવ્યો હતો. પોલીસે મિહિરની ધરપકડ કરી છે અને તેણે પણ તમામ વાતો કબૂલી લીધી છે. ગુનેગારોને બે મહિના પહેલાં રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે એકવારમાં કામ ના પત્યું તો મિહિર ગુનેગારો પાસેથી પૈસા લઈને આ ઝંઝટમાંથી નીકળવા માગતો હતો, પરંતુ આવું થયું નહીં અને આ કાંડ થઈ ગયો.

1875 વાર ખુશ્બૂ-વિક્રમ વચ્ચે વાત થઈઃ 1 સપ્ટેમ્બર, 2020થી મે, 2021 સુધી બે મોબાઇલ નંબરમાંથી ખુશ્બૂ સિંહ તથા વિક્રમ વચ્ચે 1875 વાર વાત થઈ હતી. અંદાજે 5.50 લાખ સેકન્ડની વાત છે. આ દરમિયાન રાજીવ તથા વિક્રમ વચ્ચે 13 વાર વાત થઈ છે. જે દિવસે વિક્રમ સાથે ખુશ્બૂની વાત બંધ થાય, તેના બીજા જ દિવસે ખુશ્બૂ મિહિર સાથે વાત કરતી હતી. મિહિર તથા ખુશ્બૂ વચ્ચે 900 કૉલ થયા છે અને 4 લાખ સેકન્ડ જેટલી વાત થઈ છે.

શૂટર્સના સીડીઆરનું પણ એનાલિસિસ કરવામાં આવ્યું છે. મેન શૂટર અમને મિહિર સાથે ઘટના પહેલાં એટલે કે 17 સપ્ટેમ્બરે બેવાર ફોન પર વાત કરી હતી. બીજા શૂટર આર્યન તથા સાથી શમશાદ સાથે પણ મિહિરે વાત કરી હતી. આ તમામ કૉલ ડિટેલ્સ મળી છે. શમશાદ ગોવામાં મિસ્ત્રીનું કામ કરતો હતો. 5-6 મહિના પહેલાં પટના આવ્યો હતો. આર્યન ઘટનાાના એક દિવસ પહેલાં સૂરજને લઈને આવ્યો હતો. અમન પટનામાં રહીને ડિસ્ટન્સ લર્નિંગમાં એમબીએનો અભ્યાસ કરે છે અને સાથે ડિલિવરી બોયનું કામ કરે છે. અલગ અલગ મિટિંગ્સ કર્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

પકડાઈ ગયેલા ગુનેગારો પાસેથી એક પિસ્તોલ, એક દેશી પિસ્તોલ, મેગેઝિન તથા ગોળી મળી આવી હતી. ઘટનાને અંજામ આપવા માટે બાઇકની ચોરી કરવામાં આવી હતી. આ કેસમાં હજી બે ગુનેગારોની ધરપકડ કરવાની બાકી છે.

પહેલાં ક્લીનચીટ આપી હતીઃ એસએસપીએ કહ્યું હતું કે ઘટનાની શરૂઆતમાં ડોક્ટર તથા તેની પત્નીને ક્લીનચિટ આપી હતી. પોલીસ માનતી હતી કે બંને પતિ-પત્ની નિર્દોષ હોઈ શકે છે. પછી પુરાવા સામે આવતા ધરપકડ કરવામાં આવી હતી. હવે બંને જેલમાં છે. પૂછપરછમાં બધી જ વાતનો સ્વીકાર કર્યો હતો, પરંતુ વિક્રમ પર ગોળીબાર કરાવ્યો તે વાત સ્વીકારવાની ના પાડે છે. 18 સપ્ટેમ્બરે, ખુશ્બૂ-રાજીવે જે પુરાવો મૂક્યો હતો, તે જ એવિડન્સના આધારે બંનેની પોલીસે ધરપકડ કરી છે.

1.ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રાજીવ કુમાર, સાઈ કેર સેન્ટરનો માલિક તથા પાટિલપુત્રમાં રહે છે. 2. ખુશ્બૂ સિંહ, ફિઝિયોથેરપિસ્ટની પત્ની( બંને પતિ-પત્ની આ ઘટનાના માસ્ટરમાઇન્ડ છે) 3. મિહિર સિંહ (ખુશ્બૂનો પૂર્વ બોયફ્રેન્ડ, દાનાપુરના નાસરીગંજના યદુવંશી નગરમાં રહે છે. 4. અમન કુમાર (શૂટર), કિશનપુર બેકુંડ, સમસ્તીપુર 5. આર્યન ઉર્ફે રોહિત સિંહ (શૂટર) જહાંગીરપુર, સોનપુર, સારણ. 6. મો. શમશાદ (શૂટર) ચેરિયા બરિયાપુર, બેગૂસરાય.