પત્નીના ગંદા કામને ડૉક્ટર પતિએ છુપાવવા કર્યો હતો પ્રયાસ, કપલની તિકડમબાજી ન આવી કામ

જિમ ટ્રેનરના પ્રેમમાં પાગલ થઈ ગયેલી ડૉક્ટરની સ્વરૂપવાન પત્નીએ જ તેના પર ગોળીબાર કરાવ્યાનો પોલીસે ખુલાસો કરી દીધો છે. આ ગોળીકાંડમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રાજીવ કુમાર સિંહ તથા તેની પત્ની ખુશ્બૂ જેલમાં છે. જોકે, વિક્રમના નિવેદન બાદ પણ પોલીસે 5 દિવસ પછી બંનેની ધરપકડ કરી હતી. ધરપકડથી બચવા માટે ડોક્ટર રાજીવે ઘણી જ તિકડમબાજી કરી હતી. રાજીવે પોલીસ પર નેતાઓના માધ્યમથી દબાણ લાવવાનો શક્ય તેટલો પ્રયાસ કર્યો હતો. જદયુના કેટલાંક મોટા નેતાઓએ સતત રાજીવ તથા ખુશ્બૂને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

સૂત્રોના મતે, બિહાના પટનામાં આ કેસમાં સત્તાધારી જદયુના એક મોટા નેતા સતત રાજીવ અને ખુશ્બૂના મદદગાર બનવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત કેટલાંક નેતાઓ તથા અધિકારીઓએ રાજીવની તરફેણ કરી હતી. આ દરમિયાન મોટી ડીલ હોવાની વાત પણ સામે આવી છે.

નોંધનીય છે કે 18 સપ્ટેમ્બરની સવારે બિહારની રાજધાની પટનામાં જિમ ટ્રેનર વિક્રમ સિંહ પર અંધાધુધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસે પાંચ દિવસ બાદ આ ગુનો ઉકેલી લીધો હતો. જિમ ટ્રેનર પર ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રાજીવ કુમાર સિંહની પત્ની ખુશ્બૂસિંહે શાપશૂટરની મદદ હુમલો કરાવ્યો હોતો. જિમ ટ્રેનર અને ખુશ્બૂસિંહ વચ્ચે અફેર હતું. જોકે છેલ્લાં કેટલાક સમયથી જિમ ટ્રેનર વિક્રમસિંહ ભાવ ન આપતાં ખુશ્બૂસિંહ ગુસ્સામાં હતી અને બદલો લેવા આ ષડયંત્ર રચ્યું હતું.

આ અંગે એસએપસી ઉપેન્દ્ર કુમાર શર્માએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વિક્રમ સિંહની હત્યાનું પ્લાનિંગ શ્રાવણ મહિનામાં કરવામાં આવ્યું હતું. આ ઘટના પાછળ ડોક્ટર રાજીવ કુમારની પત્ની ખુશ્બૂ સિંહ માસ્ટરમાઇન્ડ છે. છેલ્લાં ત્રણ મહિનાથી તે વિક્રમની હત્યાના પ્લાનિંગમાં હતી. હવે વિક્રમ તથા ખુશ્બૂની અતરંગ તસવીરો સામે આવી છે. આ તસવીરો પરથી ખ્યાલ આવે છે કે બંને વચ્ચે ઘણાં જ ગાઢ સંબંધો હતા.

પેજ 3માં છવાયેલો રહેતો હતોઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી ડો. રાજીવ ન્યૂઝપેપરના પેજ 3માં છવાયેલો રહેતો હતો. પટનાના મોટા લોકોની સાથે સાથે રાજકીય ગલીઓમાં પણ તેની ખાસ ઓળખાણ હતી. નેતા, પોલીસ, ડોક્ટર સાથે તેનું બેસવાનું થતું હતું. જદયુના મોટા નેતાઓ સુધી ડોક્ટરે પોતે તથા પત્ની નિર્દોષ છે, તે વાત પહોંચાડી હતી. આ જ આધારે જદયુના પોલીસ અધિકારીઓને ફોન પણ કર્યો હતો.

અટકાયત દરમિયાન પણ ડોક્ટરે મોબાઈલનો ઉપયોગ કર્યો હતોઃ 18 સપ્ટેમ્બરના રોજ સવારે જિમ ટ્રેનર પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ અવસ્થામાં વિક્રમે પોલીસને નિવેદન આપ્યું હતું. તેણે ડોક્ટર રાજીવ તથા ખુશ્બૂનું નામ લીધું હતું. બંનેના નામ સામે આવતા મોડી સાંજે પોલીસે બંનેની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશનમાં બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે પોલીસની પાસે રાજીવ તથા ખુશ્બૂ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહોતા. તેને બચાવવાના શક્ય તેટલા પ્રયાસો કર્યા હતા.

પોલીસ અટકાયતમાં હોવા છતાંય રાજીવે બિન્દાસ રીતે પોતાના ફોનનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં તે જદયુના નેતાને દરેક ક્ષણની માહિતી આપતો હતો. જોકે, નક્કર પુરાવા ના હોવાને કારણે પોલીસે પતિ-પત્નીને ઘર જવાની પરવાનગી આપી હતી. બીજી બાજુ કદમકુઆં પોલીસ સ્ટેશનમાં આ બંને વિરુદ્ધ વિક્રમના નિવેદનને આધારે હત્યાના પ્રયાસ હેઠળની એફઆઇઆર કરવામાં આવી હતી.

મોબાઇલ કોલ રેકોર્ડમાં પુરાવા મળ્યાઃ ડોક્ટર રાજીવનું કોઈ જ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી. 22 સપ્ટેમ્બરની રાત્રે પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરી હતી. બંનેએ હત્યાનો આરોપ નકાર્યો હતો. જોકે, પોલીસ પાસે નક્કર પુરાવા છે અને 3 શાર્પ શૂટરની ધરપકડ પણ કરી છે, જેમાં અમનકુમાર, આર્યન તથા શમશાદ સામેલ છે.

પોલીસે આ તમામની કોલ ડિટેલ્સની તપાસ કરી હતી. આ પહેલાં ખુશ્બૂ તથા એક્સ બોયફ્રેન્ડ મિહિર સિંહ વચ્ચેની વાતચીત સામે આવી હતી. ગુનેગારો પકડાયા તે પહેલાં જ આ વર્ષે મે મહિનામાં તેની વચ્ચે થયેલી વાતચીતની માહિતી મળી હતી. મિહિરનો ફોટો પણ પોલીસ પાસે હતો. જ્યારે પોલીસે મિહિરનો ફોટો બતાવ્યો તો શાર્પ શૂટર્સે તેને ઓળખી લીધો હતો. શાર્પ શૂટર્સે સ્વીકાર્યું હતું કે મિહિરે જ વિક્રમની સોપારી આપી હતી.

અધિકારીઓના બ્લેક મનીને વ્હાઇટ મની કરી આપતોઃ રાજીવના સંબંધો માત્ર નેતાઓ સાથે જ નહીં, પરંતુ કાળી કમાણી કરતાં બિહાર સરકારના અનેક અધિકારીઓ સાથે હતા, જેમાં અનેક પોલીસ અધિકારી પણ સામેલ છે. રાજીવના સંબંધો પોલીસ સાથે ગાઢ છે. અધિકારીઓના બ્લેક મનીને વ્હાઇટમાં કરવાની જવાબદારી રાજીવની હતી.