આ વાળંદ ફરે છે મર્સિડિઝથી લઈ રોલ્સ રોયમાં, તો ય દુકાનમાં કાપે છે 100 રૂ.માં વાળ

આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, ઑડી અને રોલ્સ રોયસ જેવી કારનો શોખ છે. હા, તેનું નામ રમેશ બાબુ છે અને તે બેંગ્લોરનાં જાણીતા અબજોપતિ છે, પરંતુ તેમ છતાં તેઓ આજે પણ તેમની દુકાનમાં લોકોનાં વાળ કાપે છે. 2017માં, રમેશ બાબુએ નવી મર્સિડીઝ એસ -600 ખરીદી હતી, જેની કિંમત 3.2 કરોડ છે. રમેશ બેંગાલુરુમાં ખૂબ જ પ્રખ્યાત વાળંદ છે અને તે પોતાનું જીવન સ્પષ્ટ રીતે જીવે છે અને 100 રૂપિયામાં લોકોના વાળ કાપે છે.

રમેશ બાબુના ગેરેજમાં સંખ્યાબંધ હાઇ-એન્ડ મોડલ્સ હાજર છે. વ્હાઇટ રોલ્સ રોયસ ઘોસ્ટ સિવાય તેમની પાસે બીએમડબ્લ્યુ 7-સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ ઇ-ક્લાસ, મર્સિડીઝ-બેન્ઝ વિયાનો, બીએમડબ્લ્યુ 5-સિરીઝ, હોન્ડા એકોર્ડ, હોન્ડા સીઆર-વી અને એક ટોયોટા કેમરી છે. રમેશ તેની રોલ્સ રોયસનો ઉપયોગ તેની દુકાન પર આવવા-જવા માટે કરે છે. અહેવાલો અનુસાર રમેશ પાસે 200થી વધુ કાર છે.

હવે એવામાં નોંધનીય વાત એ છેકે,જો કોઈ માણસ પાસે લગભગ 200 કાર હોય, તો તેનો અર્થ એ કે તે કાં તો મોટા શ્રીમંત છે અથવા તેનો આ વાહનોથી સંબંધિત કોઈ વ્યવસાય છે. વાળ કાપવા ઉપરાંત રમેશનો બીજો એક કાર ભાડે આપવાનો વ્યવસાય પણ છે, જે રમેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરીકે જાણીતો છે.

તેમની કંપની તેના ધનાઢ્ય ગ્રાહકોને હાઇ-એન્ડ કાર ભાડે આપે છે અને તેમાં સલમાન ખાન, આમિર ખાન અને ઐશ્વર્યા રાય જેવી બોલિવૂડની અનેક હસ્તીઓ શામેલ છે. આ ઉપરાંત રમેશની કંપની રાજકારણીઓ અને ધનિક ઉદ્યોગપતિઓને પણ કાર ભાડે આપે છે.

રમેશની વાર્તા શું છે?
રમેશની વાર્તા એકદમ પ્રેરણાદાયી છે અને સાબિત કરે છે કે તેમના જેવો માણસ કંઈ પણ કરી શકે છે. પિતાના અવસાન પછી રમેશ બાબુએ તેના હેર સલૂનનું કામ સંભાળ્યું હતું અને તેણે હેર સલૂન સંભાળવાનું શરૂ કરતાં જ રમેશે ખર્ચમાં ઘટાડો કર્યો અને આ પ્રક્રિયામાં તેમણે ઘણા પૈસા બચાવ્યા. વર્ષ 1994માં તેણે પોતાની પહેલી કાર મારુતિ ઓમની ખરીદી હતી.

આ પછી રમેશે તેને ભાડે આપવાનું શરૂ કર્યું અને તેનાથી તેને વધુ પૈસા કમાવવામાં મદદ મળી. આ પછી, વર્ષ 2004માં, રમેશ પાસે ગેરેજમાં 7 જેટલી કાર હતી અને તે બધા તેના ભાડાનાં વ્યવસાય માટે ઉપયોગમાં લેવામાં આવતી. આમ કરવાથી, આજે રોલ્સ રોયસ જેવી મોંઘી કાર તેમની આજુબાજુ ઉપલબ્ધ છે અને આ માટે તેઓ એક દિવસના લગભગ 50,000 રૂપિયા લે છે.