હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યે તેના જીવનની પહેલી ફ્લાઈટની આ રીતે માણી મજા

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં સામેલ થવા માટે ચેન્નઈ પહોંચી ગયો છે. હાર્દિક અને તેમની વાઇફ નતાશા સ્ટેનકોવિકએ પોતાના દીકરા અગસ્ત્યનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. અગસ્ત્ય પહેલીવાર પ્લેનમાં બેઠો છે. આ ફોટોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં અવ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે.

હાર્દિકે તેમના દીકરાનો ફોટો શેર કરી લખ્યું કે, ‘મારા દીકરાની પહેલી ફ્લાઇટ.’ આ ફોટોમાં હાર્દિક પોતાના દીકરાને ખોળામાં લઈ પ્લેનની બારી પાસેની સીટ પર બેસેલો જોવા મળી રહ્યો છે. નતાશાએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાલ દિલવાળું ઇમોજી સામેલ કરી આ ફોટો સેર કર્યો છે. છ મહિનાનો આગસ્ત્ય આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યો છે.

કૉમેડિયન સુનિલ ગ્રોવર સહિત હજારો લોકોએ આ ફોટો પર કોમેન્ટ કરી છે. એટલું જ નહીં 15 લાખથી વધુ લોકોએ હાર્દિકના આ ફોટોને લાઇક કર્યો છે. સુનિલ ગ્રોવરે ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘અભિનંદન, આત્મવિશ્વાસ એવો છે કે, લાગે છે કે ખુદ ઊડી રહ્યો હોય. ભગવાન ભલુ કરે.’

ગયા વર્ષે ઑગસ્ટમાં નતાશાએ અગસ્ત્યને જન્મ આપ્યો હતો. હાર્દિક પહેલી બે ટેસ્ટ મેચ માટે ચેન્નઈ પહોંચી ગયો છે અને બીજા ખિલાડીઓ પણ એક અઠવાડિયાનો ક્વોરન્ટીન સમય પુરો કરી આવી જશે. હાર્દિકનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે લિમિટેડ ઓવર સિરીઝમાં ખૂબ જ સારું રહ્યું હતું. તેમણે ટીમને ટી20 સિરીઝ જીતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

હાર્દિકના પિતાનું થોડા સમય પહેલાં જ નિધન થયું હતું. આ પછી ટીમ ઇન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડરે એક ખૂબ જ ઇમોશનલ પોસ્ટ લખી તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. હાર્દિકેની પીઠની સર્જરીને જોતાં તેમને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવેલી ટેસ્ટ સિરીઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યાં નહોતા. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆતની બે મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.