હાર્દિક પંડ્યાની પત્ની સસરાને યાદ કરી ઈમોશનલ થઈ, કહ્યું- તમે સૌથી વધુ ક્યૂટ અને સ્ટ્રોંગ હતા

વડોદરા: શનિવાર વહેલી સવારે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ કૃણાલ અને હાર્દિક પંડ્યા બન્ને ભાવુક જોવા મળ્યાં હતાં. બન્ને ભાઈઓ ઘરે પહોંચ્યા બાદ મૃત પિતાને જોઈ પોતાને સાચવી શક્યા નહોતા અને રડી પડ્યાં હતાં. સગા-સંબંધીઓ બન્ને ભાઈઓને હિંમત આપીને અગ્નિ સંસ્કાર કરાવ્યા હતાં જેની તસવીરો સામે આવી હતી. અગ્નિ સંસ્કાર સમયે પણ હાર્દિક અને કૃણાલ પડ્યાં બન્ને રડી પડ્યાં હતાં.

પિતાના નિધનના એક દિવસ બાદ પુત્ર હાર્દિકે ભાવુક પોસ્ટ શેર કરી હતી ત્યારે હાર્દિકની પત્ની નતાશાએ સસરાને લઈને એક તસવીરો પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યું હતું કે, મને હજી વિશ્વાસ નથી થતો કે તમે અમને છોડીને જતા રહ્યા. હાલ નતાશાએ કરેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ વાંચા બાદ તમારી આંખોમાં પણ આસું આવી જશે.

હાર્દિકની પત્ની નતાશાએ સસરાની તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, મને હજી પણ વિશ્વાસ નથી થતો કે તમે અમને છોડીને જતાં રહ્યા. ઘરમાં તમે સૌથી વધુ ક્યૂટ, સ્ટ્રોંગ તથા રમૂજી હતા. તમારી સાથે અમારી ઘણી બધી યાદો જોડાયેલી છે. પરંતુ અમારું ઘર તમારા વગર ખાલીખમ લાગે છે. તમારા ફની જોક્સ અને અમે બધાં તમને બહુ જ મિસ કરી રહ્યાં છીએ. મને આનંદ છે કે, તમે તમારું જીવન એક બોસ તથા એક રિયલ રોકસ્ટારની જેમ જીવતાં હતાં. મને વિશ્વાસ છે કે, તમારો ગૂગલી અગસ્ત્ય જરૂરથી જાણશે કે તેના ગ્રાન્ડ પા કેટલા સારાં હતા. અમારા એન્જલ ઊંચા આકાશમાં ઉડો, સ્વર્ગમાંથી હાસ્ય અને અમને સતત આશીર્વાદ આપતા રહો. તમારો ખૂબ ખૂબ આભાર. બહુ જ બધો પ્રેમ પાપા.

પિતાના નિધનના એક દિવસ બાદ પુત્ર હાર્દિકએ ભાવુક પોસ્ટ શેર કરી હતી. પિતાને યાદ કરતાં હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, મારા પિતા, મારા હીરો. તમને ગુમાવી દેવાની વાત સ્વીકારવી જીવનની સૌથી મુશ્કેલ વસ્તુઓમાંથી એક છે. પરંતુ તમે અમારાં માટે એટલી બધી યાદો છોડી છે કે, અમે માત્ર કલ્પના જ કરી શકીએ કે તમે હાસ્ય વેરી રહ્યાં છો.

હાર્દિકે વધુમાં લખ્યું હતું કે, તમારા પુત્રો જ્યાં છે તે તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે જ છે. હવે આ ઘરમાં તમે ન હોવાથી એન્ટરટેઈનમેઈન્ટ ઓછું થશે. અમે તમને ઘણો જ પ્રેમ કરીએ છીએ અને આગળ પણ કરતાં જ રહીશું. તમારું નામ હંમેશા ટોપ પર રહેશે. મને એક વાતનો ખ્યાલ છે કે, તમે અમને ઉપરથી તેવી રીતે જ જોઈ રહ્યાં છો જે રીતે તમે અહીં જોતાં હતાં.

હાર્દિકે કહ્યું હતું કે, તમને અમારા પર ગર્વ હતો પરંતુ ડેડી અમને બધાંને તે વાત પર ગર્વ છે કે તમે હંમેશા તમારું જીવન જીવ્યા અને માણ્યું. જે રીતે મેં ગઈકાલે કહ્યું હતું કે, એક વખત ફરી કહી રહ્યો છું કે, હું તમને મારા જીવનના દરેક દિવસે, દરરોજ યાદ કરતો રહીશ. લવ યૂ ડેડી.