એક વ્યક્તિને ભૂલે બે પરિવારને ઉજાડી દીધા, ખુશનો પ્રસંગ માતમમાં ફેરવાયો

રોંગ સાઇડમાંથી આવતી મીની ટ્રકે કારને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર દંપતી સહિત પાંચ લોકોનાં મોત થઈ ગયાં હતાં. મૃતકોમાં 11 વર્ષની બાળકી અને એક વર્ષનો માસૂમ પણ સામેલ છે. એક મહિલા અને એક ચાર વર્ષના બાળકની હાલત ગંભીર છે. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મિની ટ્રકચાલકની એક ભૂલે હસતાં-રમતાં બે પરિવારને વિંખી નાખ્યા છે. દીકરાની ચૌલ ક્રિયા કર્યા પછી આશીષ તેના સાઢુ અને તેના પરિવાર સાથે પાછા ફરી રહ્યા હતાં. તેમને ખબર નહોતી કે, કોઈ ડ્રાઇવરની ભૂલ તેમને ઘરે પહોંચવા દેશે નહીં. દીકરાના મુંડનની ખુશી હવે મામતમાં ફેરવાઈ ગઈ હતી.

આ ખતરનાક અકસ્માત ગાઝિયાબાદમાં મેરઠ-દિલ્હી એક્સપ્રેસ-વે પર સોમવાર રાતે થયો હતો. મસૂરી પોલીસ સ્ટેશનના પ્રભારી શૈલેન્દ્રસિંહે જણાવ્યું કે, મિનિ ટ્રકચાલક બબૂલ ઇન્ટરનેટ વાયરિંગના પાઇપ લઈને દાદરીથી વાયા લાકુઆ મેરઠ જવા માટે હાઇવે પર નીકળ્યો હતો. બબૂલએ પોલીસને જણાવ્યું કે, તે ડાસના આવીને રસ્તો ભૂલી ગયો હતો.

લોકોએ રસ્તો પૂછ્યો તો તેને પાછો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર જવા કહ્યું હતું. બબૂલ યૂટર્ન લઈને પાછો આવી ગયો અને વેદાંતા ફાર્મ હાઉસની પાસે એક્સપ્રેસ-વે પર રોંગ સાઇડમાં જતો રહ્યો. વચ્ચે કટ ના હોવાને લીધે તે રોંગ સાઇડમાં જઈ રહ્યો હતો અને કલછીના પાસે આશીષની કાર સાથે તે અથડાઈ ગયો હતો.

ટ્રકની સ્પીડ ખૂબ જ વધારે હતી. જેને લીધે તે ઘટના સમયે નિયંત્રણ કરી શક્યો નહીં અને કારમાં ઘૂસી ગયો હતો. ઘટના સમયે કોઈ નહોતું. જેનો ફાયદો ઉઠાવીને તે ભાગવા ગયો. પણ ભોજપુર પોલીસે તેને પકડી લીધો હતો.

પોલીસે જણાવ્યું કે, ઘટના સમયે કારમાં ઘાયલ થયેલાં બાળકો અને પરિજનો તરફડિયા મારી રહ્યા હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં બે ફ્રેન્ડ સહિત પાંચ લોકોના મોત થઇ ગયા હતાં. બાળકોને તરફડિયા મારતાં જોઈ રાહદારી અને પોલીસકર્મીઓની પણ આંખો ભીની થઈ ગઈ હતી.

રાતના સમયે એક્સપ્રેસ-વે પર ન તો પોલીસ અને ન તો NHAIની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જેને લીધે મિની ટ્રકચાલક લગભગ 11 કિલોમીટર સુધી રોંગ સાઇડમાં ચાલી રહ્યો હતો. આ વચ્ચે પોલીસની પેટ્રોલિંગ હોય તો ખોટી દિશામાં જતી ટ્રકને રોકી શકાઈ હોત અને દુર્ઘટના થતાં અટકાવી શક્યા હોત. રાતે જ નહીં દિવસે પણ લોકો એક્સપ્રેસ-વે પર ખોટી દિશામાં વાહનો દોડાવે છે. પણ રોકવાવાળું કોઈ હોતું નથી. એક્સપ્રેસ-વે દિશા સૂચક બોર્ડની કમી છે. જેને લીધે વાહનચાલકોને સાચો રસ્તો ખબર પડતો નથી. તે ખોટી દિશામાં પ્રેવેશ કરી લે છે. આ પછી એક્સપ્રેસ-વે પર કટ ના હોવાને લીધે તે પોતાની યોગ્ય લાઇન પર પણ આવી શકતાં નથી.

દુર્ઘટના પછી ટ્રકચાલક બબલૂને સાથે લઈ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર ખોટી સાઇડમાં જવાનું કારણ પૂછ્યું. પણ તેને ગુમરાહ કરવા માંગતો હતો. ACP ટ્રાફિક રામાનંદ કુશવાહે જણાવ્યું કે, ઘણાં પ્રયત્ન પછી પણ તે ટ્રકચાલક લોકેશન સ્પષ્ટ કરી શક્યો નહીં. જેને લીધે તે ડીએમઇ પર જતો રહ્યો. તેમણે જણાવ્યું કે, જ્યાં આરોપી ગાડી હાઇવે પર ચઢાવવાની વાત કરી રહ્યો છે, ત્યાંથી તે હાઇવે પર ચઢી શકતી જ નથી. જોકે, કડક રીતે પૂછપરછ કરતાં તેણે હકીકત જણાવી હતી.