રાસ-ગરબાથી લઈને રિસેપ્શન સુધી, માયાભાઈની લાડલી દીકરીની તસવીરો - Real Gujarat

રાસ-ગરબાથી લઈને રિસેપ્શન સુધી, માયાભાઈની લાડલી દીકરીની તસવીરો

અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર માયાભાઈ આહીરની દીકરી સોનલના હાલમાં લગ્ન યોજાયા હતા. માયાભાઈની દીકરી સોનલ અમરેલીના ભાજપ નેતા જીતુભાઈ ડેરના દીકરા મોનીલ ડેર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. માયાભાઈના વતન તળાજા તાલુકાના બોરડા ગામે શાસ્ત્રોક્ત વિધિથી નવદંપતીએ ફેરા લીધા હતા. ત્રણ દિવસ ચાલેલા અતિભવ્ય લગ્નમાં અનેક મહેમાનો સામેલ થયા હતા. લગ્નમાં સોનલ ખૂબ જ સુંદર અને સોહામણી લાગી હતી. સોનલનું પિતા માયાભાઈ સાથેનું ઈમોશનલ બોન્ડિંગ જોવા મળ્યું હતું.

લગ્ન પહેલાંની વિધિમાં સોનલે યલો અને રેડ રંગની ચણિયા ચોળી પહેર્યા હતા. માથામાં ટીકો અને ગળામાં હાર પહેર્યો હતો.

પોતાના ઘરે પધારેલા સંત મોરારિબાપૂના માયાભાઈના પરિવારે આશીર્વાદ લીધા હતા. સોનલે પણ મોરારિબાપુને પગે લાગી આશીર્વાદ લીધા હતા.

રાસ-ગરબામાં સોનલે યલો કલરની સાડી પહેરી હતી. ભાઈઓ બેન સોનલને દોરીને સ્ટેજ પર બેસાડી હતી.

સોનલે માતા-પિતા અને ભાઈ-ભાઈ સાથે સ્ટેજ પર તસવીરો પણ ખેંચાવી હતી.

બીજા દિવસે ડાયરામાં સોનલે કોફી કલરના ચોલી પહેર્યા હતા. હાથમાં મહેંદી અને ગળામાં હીરાના હારમાં સોનલ ખૂબ સુંદર લાગી હતી.

માયાભાઈએ દીકરી સોનલને દોરીને સ્ટેજ પર બેસાડી હતી. કીર્તિદાનના ગીતો પર સોનલ પર આખા પરિવારે રૂપિયાનો વરસાદ કર્યો હતો.

લગ્નમાં ફેરા ફરતી વખતે સોનલ વ્હાઈટ અને પિંક કલરના દુલ્હનના આઉટફીટમાં પરી જેવી લાગતી હતી. ગળામાં હાર અને કાનમાં મોટા ઝૂમકા સાથે સોનલ દુલ્હનના વેશમાં શોભી ઉઠી હતી.

જ્યારે અમરેલીમાં સાસરિયામાં યોજાયેલા રિસેપ્શનમાં સોનલ વેસ્ટર્ન કમ ઈન્ડિયન આઉટફીટમાં જોવા મળી હતી.

જાણવા મળતી વિગત મુજબ માયાભાઈની દીકરી સોનલે બીએસએસીનો અભ્યાસ પૂરો કર્યો છે.


માયાભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. મોટા પુત્રના બે વર્ષ પહેલાં લગ્ન કરવામાં આવ્યા હતા.