લગ્ન સમારોહમાંથી પરત આવતો હતો પરિવાર, ત્રાટક્યો કાળ, કપલનું ધ્રુજાવી દેતું મોત

એક દુ:ખદ અને આઘાતજનક બનાવ સામે આવ્યો છે. એક હસતો-ખેલતો પરિવાર પળવારમાં પિંખાઈ ગયો હતો. એક ભયંકર અકસ્માતમાં એક કપલનું હચમચાવી દેતું મોત થયું છે. કાર ખીણમાં ખાબકતા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે પણ અનંતની વાટ પકડી હતી.

આ હચમચાવી દેતો બનાવ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં હાલમાં બન્યો હતો. એક પરિવાર લગ્ન સમારોહમાં હાજરી આપીને કારમાં પરત ફરતો હતો ત્યારે અહીંના પંડાર વિસ્તારમાં કાર 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. કારનું પડીકું વળી ગયું હતું. જેમાં 33 વર્ષીય ઈન્દ્રસિંહ નામના યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતુ. જ્યારે તેમના 27 વર્ષીય પત્ની કાંતા દેવીનું ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમણે આંખો મીચી દીધી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં ડોલા રામ (40), પ્રભા દેવી (32) અને રુહીન (7)ને ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે સુંદરનગર હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે ડીસીપી દિનેશ કુમારે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નિપજ્યું છે અને ત્રણ ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસે અકસ્માતમાં કારણોની તપાસ શરૂ કરી દીધી છે.