હોલિવૂડની આ સુપરસ્ટાર છે માતા લક્ષ્મીની ભક્ત, કહી દીધી આટલી મોટી વાત

મુંબઈઃ હૉલિવૂડ એક્ટ્રસ સલમા હાયેક ખુદને એવી વ્યક્તિ ગણાવે છે, જે કોઈ એક ધર્મને ફોલો કરતી નથી. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર મા લક્ષ્મીનો ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘તેમની મદદથી તે પોતાના અંદરની સુંદરતાનો અનુભવ કરી શકે છે.’

સલમાએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે મારી પોતાની અંદરની સુંદરતા સાથે જોડાવવું હોય ત્યારે હું મેડિટેશનમાં મા લક્ષ્મીનું ધ્યાન કરું છું. તે હિન્દુ ધર્મમાં, ધન, ભાગ્ય, પ્રેમ, સુંદરતા, માયા, ખુશી અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. તેમનો ફોટો મને ખુશી આપે છે અને ખુશી પોતાની અંદરની પણ સુંદરતા જોવા માટે સારો રસ્તો છે.’

સલમાના ફેન્સ આ ઉપરાંત ભારતીય લોકો તેમની આ પોસ્ટને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. બૉલિવૂડ એક્ટ્રસ બિપાશા બસુએ પણ સલમાની પોસ્ટ પર કોમેન્ટ કરી તેને ‘અમેજિંગ’ ગણાવ્યું છે.

આ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં સલમા હાયેકે કહ્યું હતું કે, ‘હું એક આધ્યાત્મિક વ્યક્તિ છું, પણ હું એક ધર્મના આધાર પર આધ્યાત્મ ફોલો કરતી નથી. હું નથી ઇચ્છતી કે કોઈ ભગવાન સાથે મારો સંબંધ અથવા મારી આધ્યાત્મિકકતાને નિયમોમાં બાંધે.’

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમા હાયેક, માર્વેલ સિનેમૈટિક યૂનિવર્સના ફેસ 4ની ફિલ્મ ‘ધઈ ઇટરનલ્સ’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે એન્જેલીના જૉલી, રિચર્ડ મેડન, કુમૈલ નાન્જિયાની કામ કરી રહ્યાં છે. આ ફિલ્મના ડિરેક્ટર ચ્લોઈ ઝાઓ છે.