જો તમે પણ વધારે વજનથી મુશ્કેલીમાં છો તો બસ કરો આટલું, 20 દિવસમાં દેખાશે ફરક

અમદાવાદઃ બિઝી શિડ્યૂઅલને કારણે આજે લોકો વિવિધ બીમારીઓના શિકાર બનતા હોય છે. આમાંથી એક ઓબેસિટી છે. આજે ઓબેસિટીને બીમારી કરતાં ઓછી માનવામાં આવી નથી. કારણ કે ઓબેસિટી દૂર કરવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવે છે. તમામ પ્રકારની દવાઓનો પણ ઉપયોગ કરે છે. આજે અમે પેટની ચરબી ઓછી કરવા અંગેની ટીપ્સ આપીશું.

આ ટીપ્સને ફોલો કરીને તમે થોડાંક જ દિવસોમાં વજન ઓછું કરી શકશો. આ સાથે જ કેટલાંક વર્કઆઉટ તથા ડાયટનું કોમ્બિનેશન જણાવીશું, જે તમને થોડાં જ દિવસમાં સ્લીમ કરી દેશે.


પાતળા થવા માટે ડાયટમાં સામેલ કરો પ્રોટીન તથા ફાઈબરઃ ઓબેસિટીનો સીધો સંબંધ તમારા ડાયટ સાથે છે. પાતળા થવા માટે તમારે ડાયટમાં પ્રોટીનયુક્ત ભોજન સામેલ કરવા, જેમાં એગ્સ, ફિશ, દાળ, સી ફૂડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એ વાતનું ધ્યાન રાખવું કે તમારે કેટલું ભોજન કયા સમયે ખાવાનું છે. તમારે દર બે કલાકે થોડું થોડું ભોજન લેવાનું છે, જેથી વજન વધે નહીં. એટલે કે તમે જે એક સમયે જેટલું ભોજન લો છે, તેને એક વારમાં નથી ખાવાનું પરંતુ તેને ત્રણથી ચાર હિસ્સામાં વહેંચીને 2-2 કલાકના અંતરે લેવાનું છે. આ ઉપરાંત તમારે ડાયટમાં ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થો લેવાના છે, જેથી બેલી ફેટ ઓછી થશે.


ભોજનમાં ફાઈબર તથા પ્રોટીનની માત્રા વધુ લેવાથી તમારામાં એનર્જી આવે છે, જેથી તમે સ્ફૂર્તિ સાથે કામ કરી શકો છો. આ સાથે જ કેલરી બર્ન થાય છે અને વજન વધતું નથી. ડાયટન સાથે તમારે સાઈડ પ્લેન્ક વર્કઆઉટ કરવું જોઈએ, જે ઝડપથી પેટની ચરબી ઉતારે છે.


આ છે સાઈડ પ્લેન્ક કરવાની યોગ્ય રીતઃ સાઈડ પ્લેન્ક કરવા માટે સૌથી પહેલાં પેટના બળે સીધા સૂઈ જાવ. ત્યારબાદ પોતાની કોણી વાળો અને બાજુઓના આગળના હિસ્સા પર શરીરનું વજન લાઓ. ત્યારબાદ શરીરને સીધું રાખો. પેટની માંસપેશીઓને ઢીલી ના રાખો. આ સાથે માથા પર દબાણ ના લાવતા સીધા જુઓ. આ દરમિયાન જેટલી મિનિટ આ રીતે રહી શકો તેટલી મિનિટ રહેવાનો પ્રયાસ કરો. પ્લેન્ક વર્કઆઉટ દરમિયાન ધીમે ધીમે શ્વાસ લેતા રહો અને છોડતા રહો. આમ રોજ કરવાથી 20-25 દિવસમાં ફરક જોવા મળશે.


(નોંધઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય માહિતી માટે છે. આ કોઈ પણ રીતે દવા કે સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશાં ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો)