પત્ની પરપુરુષોને નગ્ન ફોટા મોકલતી હોવાની હતી શંકા, પતિએ ભર્યું ધ્રુજાવી દેનારું પગલું

નૈરોબી: શંકાને કારણે અનેક પરિવાર અને સંબંધો બરબાદ થઇ ગયા છે. શંકાને આધારે હસતા-રમતા પરિવાર બરબાદ થતા વાર નથી લાગતી. પરંતુ તેમ છતા લોકો પોતાના વહેમને દૂર કરવાને બદલે શંકા રાખી ખતરનાક નિર્ણયો લેઇ બેસે છે. આવી જ ઘટના કેન્યામાં જોવા મળી, જ્યાં શંકાને કારણે એક વ્યક્તિને શંકા ગઇ કે તેની પત્ની તેના સિવાય અન્ય પુરુષો સાથે સંબંધ છે, જેથી તેણે પત્નીને એવી સજા આપી કે સૌકોઇ ચોંકી ગયા.

સાઉર્ધન કેન્યાના કુતઈ કન્ટ્રીમાં રહેતા આ વ્યક્તિની ઓળખ 36 વર્ષના ડેનિસ મુમો છે. ડેનિસને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હતી. આ વાતની પુષ્ટિ કરવા માટે ડેનિસે માર્કેટમાંથી સુપરગ્લુ લેઇ પોતાની પત્નીના પ્રાઇવેટ પાર્ટ પર લગાવી દીધું. ડેનિસને માત્ર શંકા હતી કે તેની પત્ની અન્ય પુરુષો સાથે વાતચીત કરે છે. જેથી તેણે પત્નીને આવી સજા આપી.

પત્ની સાથે આટલી મોટી હરકત કર્યા બાદ ડેનિસ ફરાર થવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસના સકંજામાં આવ્યા બાદ ડેનિસે કહ્યું કે આવું તેણે પોતાના લગ્નજીવનને બચાવવા માટે કર્યું. ડેનિસે પોલીસને જણાવ્યું કે તેને શંકા હતી કે તેની પત્નીના અન્ય પુરુષો સાથે આડાસંબંધ હતા. સાથે જ તેણે પોતાની પત્નીના મોબાઇલમાં અનેક પુરુષો સાથેની ચેટ પણ વાંચી હતી.

પોલીસ સમક્ષ ડેનિસે શંકાનો આધાર બાતાવી ગુનો કબૂલી લીધો. પરંતુ પોલીસને હજુસુધી કોઇ પુરાવા મળ્યા નથી. આ ઘટનાથી આસપાસના લોકોને પણ ચોંકાવી દીધા. હાલ ડેનિસને ઘરેલું હિંસાને કારણે પોતાની પત્નીને તકલીફ આપવાના આધારે જેલ મોકલી દેવામાં આવ્યો છે, પોલીસ હજુ આ મામલે તપાસ કરી રહી છે. (કુતઈ લો કોર્ટની તસવીર. જ્યાં આરોપી પતિને રજૂ કરવામાં આવશે)