પહેલા જ પ્રયાસમાં રિક્ષા ડ્રાઈવરનો દીકરો બન્યો IAS અધિકારી, લોકોને નહોતો થતો વિશ્વાસ

પુણે: એક કહેવત છે, અડગ મનના મુસાફરનો તો હિમાલય પણ નથી નડતો. સત્ય પણ છે કે જો કોઈ વ્યક્તિ દ્રઢ ઈચ્છાશક્તિ સાથે સંકલ્પ લે તો, સ્થિતિ ગમે તેવી હોય તે પોતાના લક્ષ્યને જરૂરથી મેળવી લે છે. કાંઈક આવું જ કરી બતાવ્યું અંસાર અહમત શેખે. જેમણે UPSC જેવી અઘરી પરીક્ષા પહેલા જ અટેમ્પ્ટમાં પાસ કરી લીધી.

અહમદ એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતા રિક્શા ચલાવે છે. અહમદ પોતાની વિપરીત પરિસ્થિતિઓને પોતાની સફળતાની આડે ન આવવા દીધી. તે સિવિલ સેવા પરીક્ષા ક્રેક કરનારા સૌથી નાની ઉંમરના ઉમેદવાર બન્યા.

અંસારીએ 2015માં પહેલા જ અટેમ્પ્ટમાં ઓલ ઈન્ડિયામાં 316મો રેન્ક મેળવ્યો. મહારાષ્ટ્રના એક નાનકડા ગામ જાલનાના રહેવાસી શેખના પિતા રિક્શા ચલાવે છે, તો ભાઈ ગેરેજમાં મિકેનિકનું કામ કરે છે.

ઘરની આર્થિક પરિસ્થિતિને જોતા અંસાર પર પર કમાવવાનું દબાણ હતું. પરંતુ તેમણે તો પણ પરિસ્થિતિને નજરઅંદાજ કરીને અભ્યાસ ચાલુ રાખ્યો. તેમણે પોતાની ક્લાસમાં હંમેશા સારું પ્રદર્શ કર્યું. અંસારે પુણેની એક પ્રતિષ્ઠિત કૉલેજમાંથી પૉલીટિકલ સાયન્સમાં B.A. કર્યું છે.

અંસાર UPSCની તૈયારીઓ દરમિયાન એક હોટેલમાં સતત ત્રણ વર્ષ સુધી દિવસના 12 કલાક કામ કરતા હતા.

નાનકડાં ગામનો આ યુવક કેવી રીતે બન્યો IAS અધિકારી, ભણતો ત્યારે યુવકના પરિવારની કેવી હતી હાલત, જાણીને તમે પણ રડી જશો