એક જ વર્ષમાં આ યુવતી ડોક્ટરમાંથી બની હતી IAS, જાણો સક્સેસ ફોર્મ્યુલા - Real Gujarat

એક જ વર્ષમાં આ યુવતી ડોક્ટરમાંથી બની હતી IAS, જાણો સક્સેસ ફોર્મ્યુલા

નવી દિલ્હી: મહિલા આઈએએસ ડો.અર્તિકા શુક્લાની સ્ટોરી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. MBBS બાદ MDનો અભ્યાસ કરી રહી હતી તે દરમિયાન ડો.અર્તિકાને મનમાં આઈએએસ બનાવવાનો વિચાર આવ્યો હતો અને તૈયારી શરૂ કરી દીધી હતી. તૈયારી શરૂ કરી ત્યાર બાદ અર્તિકા સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી અને એક વર્ષમાં UPSCની પરીક્ષા ક્રેક હતી.

એક વીડિયો ઈન્ટરવ્યૂમાં ડો.અર્તિકાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં પહેલીવાર UPSCની તૈયારી શરૂ કરી હતી. ત્યાર બાદ એક વર્ષ અભ્યાસ કર્યાં બાદ UPSC પરીક્ષા ક્રેક કરી હતી. આ વર્ષે 2014માં સિવિલ સર્વિસની પરીક્ષામાં અર્તિકા શુક્લાએ ઓલ ઈન્ડિયામાં ચોથો રેંક મેળવ્યો હતો.

સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી અંગે ડો.અર્તિકાએ જણાવ્યું હતું કે, તેણે પ્લાનિંગ સાથે તૈયારી કરીને પરીક્ષા પાસ કરી હતી. અર્તિકાનું કહેવું છે કે, આ પરીક્ષાની તૈયારી માટે કોઈ ઉંમર કે સમય મહત્વનો નથી.

પરીક્ષાની તૈયારી કરતાં લોકો માટે અર્તિકાએ સલાહ આપી હતી અને કહ્યું હતું કે, પ્રીલિમ્સ અને મેન્સ બંને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ. રાત્રી દરમિયાન લખવાની પ્રેક્ટિસ સાથે મેન્સ માટે પણ સમય કાઢતી હતી. એટલું જ નહીં આઈએએસ બનવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતો.

કોઈ પણ કોચિંગ વગર અર્તિકાએ UPSCની પરીક્ષામાં ટોપ રેન્ક મેળવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તૈયારી માટે કોચિંગ સેન્ટરમાંથી સેમ્પલ પેપર સોલ્વ કરીને તૈયારી કરી શકાય છે. તેણે જણાવ્યું હતું કે, તેણે માત્ર 3 દિવસ માટે કોચિંગ જોઈન કર્યું હતું.

મોટાભાગના ટોપર માને છે કે, આઈએએસની તૈયારી સ્કૂલ લેવલે જ શરૂ કરી દેવી જોઈએ. કંઈક આવી જ રીતે અર્તિકા પણ માને છે કે, સ્કૂલના દિવસોમાં 10માં ધોરણથી જ ગણિત, અંગ્રેજી અને જનરલ સ્ટડી સારી રીતે તૈયાર કરવામાં આવે છે તો ઉમેદવાર આ પરીક્ષા માટે તૈયાર થઈ જાય છે. ઈન્ટરવ્યૂ પેનલ સામે કોઈ જવાબ નહીં ન આવડે તો સ્પષ્ટતા રાખવી.

You cannot copy content of this page