IASના ઇન્ટરવ્યૂમાં આ સવાલ સાંભળીને પરસેવો છૂટી જશે એ નક્કી!

દરેક યંગસ્ટર્સનું સપનું હોય છે કે, ભણી-ગણીને મોટો અધિકારી બને. અત્યારના સમયમાં મોટા ભાગના યંગસ્ટર્સ IAS ઓફિસર બનવાનું સપનું જોવે છે. પોતાના આ સપનાને પુરુ કરવા માટે ઘણાં યંગસ્ટર્સ ખૂબ જ મહેનત કરે છે. પણ દરેકને સફળતા મળતી નથી. UPSCની પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને મુશ્કેલ પરીક્ષામાંથી એક માનવામાં આવે છે. જો કોઈ ઉમેદવાર આ પરીક્ષાને પાસ કરી લે તો તેને કોઈ યોદ્ધાથી ઓછો ગણવામાં આવતો નથી. જો UPSCનું ઇન્ટરવ્યૂ પાસ કરી લે તે યંગસ્ટર્સ યોદ્ધાથી ઓછો હોતો નથી. કેમ કે, IASના ઇન્ટરવ્યૂમાં કેટલાક એવા સવાલ પૂછવામાં આે છે કે, જેને સાંભળીને ઘણીવાર કેન્ડીડન્ટનું મગજ વિચારતું થઈ જાય છે. ભલે સવાલ સાંભળવામાં સરળ લાગતો હોય પરંતુ જ્યારે તેનો જવાબ આપવાનો આવે ત્યારે સારા લોકોને પરસેવો છૂટી જાય છે. આજે અમે તમને IASના ઇન્ટરવ્યૂમાં પુછાયેલાં સવાલો અને તેના જવાબ જણાવી રહ્યા છીએ. જે પરીક્ષાની તૈયારીમાં દરેકને કામ આવી શકે છે.

IAS ઇન્ટરવ્યૂના સવાલ અને જવાબ
સવાલઃ શું એવું થઈ શકે છે કે, કોઈ વ્યર્કિ સતત 10 દિવસ નિંદર કર્યાં વગર રહી શકે?
જવાબઃ જી હા, આવું ચોક્કસ થઈ શકે છે, કેમ કે તે વ્યક્તિ દિવસમાં સૂઈ શકતો નથી પણ રાતમાં સૂઈ શકશે.

સવાલઃ તે શું છે જે બહાર ફ્રીમાં અને હોસ્પિટલમાં રૂપિયાથી મળે છે?
જવાબઃ આ સવાલનો સાચો જવાબ છે ઓક્સિજન. તમને ઓક્સિજન બહાર ફ્રીમાં મળે છે પરંતુ હોસ્પિટલની અંદર ઓક્સિજન રૂપિયા આપીને મળે છે.

સવાલઃ 10 રૂપિયામાં એવી કઈ વસ્તુ ખરીદશો, જેનાથી આખો રૂમ ભરી શકાય?
જવાબઃ કદાચ તમારામાંથી ઘણાં લોકો આ સવાલ વાંચીને ઘણો વિચાર કરતાં હશો. આ સવાલનો સાચો જવાબ છે અગરબત્તી. જો તમે 10 રૂપિયામાં અગરબત્તી ખરીદો છો તો તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે.

સવાલઃ એવી કઈ વસ્તુ છે જે એક જ સમયે તમે કોઈને આપી શકો છો અને પોતાની પાસે પણ રાખી શકો છો?
જવાબઃ આ સવાલ સાંભળીને તમે વિચારી રહ્યા હશો કે કઈ વસ્તુ હોઈ શકે છે. જેને આપી પણ શકાય છે અને સાથએ રાખી પણ શકાય છે? તો અમે તમને આ સવાલનો જવાબ આપીએ છીએ. આનો સાચો ઉત્તર છે જુબાન. તમે જુબાન કોઈને આપી શકો છો અને જુબાન તમારી પાસે રહી શકે છે.

સવાલઃ કેલક્યુલેટરને હિંદીમાં શું કહેવાય છે?
જવાબઃ કેલક્યુલેટર એક એવી વસ્તુ છે જેનો પ્રયોગ દરેક લોકો કરે છે પણ, તમે લોકો આના વિશે વિચાર નહીં કર્યો હોય કે, તેને હિંદીમાં શું કહેવામાં આવે છે? કેલક્યુલેટરને હિંદીમાં ગણક અથવા પરિકલક કહેવામાં આવે છે. તમને જણાવીએ કે કેલક્યુલેટરનો પ્રયોગ 17મા સદીથી કેલક્યુલેટર શબ્દથી જ થતો આવી રહ્યો છે. પણ તેનો કોઈ હિંદી થતું નથી.

સવાલઃ તે કઈ વસ્તુ છે જે વ્યક્તિ છુપાવીને રાખે છે અને મહિલાઓ બતાવે છે.
જવાબઃ પર્સ

સવાલઃ પાણીનો કોઈ રંગ કેમ નથી?
જવાબઃ તમમે જણાવી દઈએ કે પાણી ઓક્સિજન અને હાઇડ્રોજનના અણુઓ મિક્ષ કરીને બને છે. જે ઉપ્જાને અવશોષિત કરવામાં સક્ષમ નથી. આ કારણે પ્રકાશ પડવા છતાં પાણી રંગ વગરનું જોવા મળે છે.