લોકો સમજી રહ્યા હતાં ગામડાની અભણ મહિલા તો એ જ મહિલા નીકળી IAS ઓફિસર

‘ડૉન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર’ તમે આ કહેવત તો સાંભળી હશે. તેનો અર્થ છે કે, બુકનું કવર જોઈને તેને જજ કરવી જોઈએ નહીં. જે વસ્તુ બહારથી દેખાય છે તે જરૂરી નથી કે, અંદરથી જ તેવી હોય. પણ ઘણાં લોકોની આદત હોય છે કે, લોકોને ઓળખવા માટે વેશભૂષાને આધારે તેમને વર્ગીકૃત કરે છે. તેમના પહેરવેશથી તેમનું મૂલ્યાંકન કરે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધઓપુરમાં રહેતી એક મહિલા સાથે પણ થઈ છે.

અહીં મહિલાની વેશભૂષા જોઈને તેમને અભણ અને ગામડાની સમજી લીધી હતી. મહિલાએ સાધારણ પહેરવેશ ધારણ કર્યો હતો. એવામાં તેને જોઈને ગામ લોકોને લાગ્યું કે, આ કોઈ સામાન્ય ગામડાની અભણ છોકરી હશે. જોકે, તેમને મહિલા વિશે સાચી જાણ થઈ તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મહિલા અસલમાં IAS ઓફિસર હતી. આ IAS અધિકારીનું નામ મોનિકા યાદવ છે.

મોનિકાએ વર્ષ 2014માં IASની પરીક્ષા પાસ કરી હતી. ત્યારથી તે દેશ માટે પોતાની સેવા આપી રહી છે. હાલમાં જ તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે એક રાજસ્થાની વેશભૂષામાં જોવા મળી હતી. તેમની સાથે ખોળામાં એક નવજાત બાળક પણ હતું. તેમનો આ ફોટો જોઈને કોઈ અંદાજો પણ લગાવી શકતું નહોતું કે, તે એક IAS અધિકારી છે. જ્યાં કેટલાક IAS અધિકારી પોતાની પોસ્ટ પર હોવાને લીધે તે સરખી રીતે વાત પણ કરતાં નથી. તો બીજી તરફ મોનિકા પોતાના વિસ્તાર અને રાજ્યની સંસ્કૃતિ અને વેશભૂષાનું સન્માન કરીને આખા દેશ માટે એક ઉદાહરણ પુરુ પાડી રહી છે.

રાજસ્થાનની રહેવાસી આ IAS મહિલા ઓફિસરની સાદગી જોઈને લોકો હેરાન છે. લોકો તેમના ફેન બની ગયા છે. મોનિકા યાદવનું બાળપણ ગામડામાં વીત્યું છે. અહીં મોટા થયા ઉપરાંત તેમણે વર્ષ 2014માં UPSCની પરીક્ષા પાસ કરી માતા-પિતાનું નામ ઉંચું કરી દીધું હતું. IAS બન્યા પછી તેમણે IAS અઘિકારી સુશીલ યાદવ સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન પછી તેમણે એક દીકરીને જન્મ આપ્યો હતો. જે આ વાઇરલ ફોટોમાં તેમની સાથે ખોળામાં દેખાઈ રહી છે. મોનિકા વર્તમાનમાં DSPના પદ પર પોતાની સેવા આપી રહી છે. તેમના વિસ્તારમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવે ત્યારે તે તરત જ તેનું સમાધાન કરી દે છે. તે પોતાના વિસ્તારમાં પ્રથમ પુરસ્કાર પણ હાંસલ કરી ચૂકી છે.

મોનિકાના પિતાજી પણ એક IRS અધિકારી છે. એવામાં મોનિકાએ બાળપણથી જ તેમના પિતાના પગલે ચાલવાનું શરૂ કરી દીઘું હતું. તેમણે સિવિલ સર્વિસના માધ્યમથી દેશની સેવા કરવાનો નિર્ણય ખૂબ જ પહેલાં લઈ લીધો હતો. ઘણાં વર્ષની મહેનત પછી વર્ષ 2014માં તેમને સફળતા મેળવી હતી. ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને દેશની સેવામાં પોતાનું બધું સમર્પણ કરી દીધું છે. આ દરમિયાન તેમણે દેશની સંસ્કૃતિ અને માન મર્યાદાનું પણ પુરતું ધ્યાન રાખ્યું છે. આટલી મોટી પોસ્ટ હોવા છતાં તે સાદગીથી રહેવાનું પસંદ કરે છે.