દેશના વિદ્યાર્થીઓ માટે બનાવી એક એવી કંપની, આજે આ IAS કરે છે કરોડોમાં કમાણી

દરેક માટે સફળતાની પોતપોતાની પરિભાષા હોય છે. ઘણાં ડૉક્ટર બનવા માગે છે તો કોઈ, એન્જિનિયર અથવા તો કોઈ સરકારી અધિકારીની ખુરસીને પોતાની મંજિલ માને છે. પણ કેટલાક લોકો હોય છે જેના માટે આ સફળતા માત્ર એક પડાવ હોય છે તેમની મંજિલ નહીં. આવો જ એક યુવક છે જેનું નામ છે રોમન સૈની. તે એક ડૉક્ટર છે અને પૂર્વ IAS અધિકારી પણ રહી ચૂક્યો છે અને હવે એક સફળ આંત્રપેન્યોર છે.

રોમન સૌનીએ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ AIIMSની એડમિશન એક્ઝામ પાસ કરી લીધી હતી. તે સફળતાં હાંસલ કરનારા દેશના સૌથી યુવા છે. એટલું દ નહીં તેમણે માત્ર 18 વર્ષની ઉંમરમાં જ આ પ્રતિષિઠિત પબ્લિકેશ માટે એક રિસર્ચ પેપર પણ લખ્યું હતું. પોતાનું MBBS પૂરુ કર્યા પછી રોમન સૈનીએ AIIMSને નેશનલ ડ્રગ ડિપેન્ડેન્સ ટ્રીટમેન્ટ સેન્ટરમાં કામ શરૂ કર્યું હતું. આ કોઈ પણ યુવા માટે ડ્રીમ જોબ હોઈ છે, પણ રોમને આ 6 મહિનામાં જોબ છોડી દીધી અને નીકળી પડ્યા IAS ઓફિસર બનવા.

માત્ર 22 વર્ષની ઉંમરમાં રોમન સૌનીએ દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા UPSC સિવિલ સર્વિસિસને પાસ કરી લીધી. તેમણે IAS બનાવનું કેમ વિચાર્યું? તે અંગે રોમન સૈનીએ કહ્યું કે, ‘‘હું MBBS કરી રહ્યો હતો અને હરિયાણાના દયાલપુર ગામમાં હતો. મેં જોયું કે, લોકો પોતાની સમસ્યાથી મુશ્કેલીમાં હતાં. ત્યારે મેં દેશની સેવા કરવાનો નિર્ણય લીધો હતો.’’ રોમને 22 વર્ષની ઉંમરમાં સૌથી ઓછી ઉંમરના IAS અધિકારીઓમાંથી એક હતા અને તેમણે કલેક્ટર તરીકે મધ્યપ્રદેશમાં તહેનાત કરી લેવામાં આવ્યા હતાં.

પણ IAS અધિકારી તરીકે તેમણે વધુ સમય કાર્ય કર્યું નહીં. તેમણે આ પ્રતિષ્ઠિત નોકરી છોડીને પોતાના ફ્રેન્ડ ગૌરવ મુંજાલ સાથે મળીને Unacademy નામની કંપની શરૂ કરી. આ એક પ્લેટફોર્મ છે જે હજારો IAS ઉમેદવારોને UPSCની પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરે છે. Unacademyની સ્થાપના પાછળ વિચાર હતો કે વિદ્યાર્થીને UPSCના કોચિંગ માટે એક જેવું જ પ્લેટફોર્મ આપવામાં આવે. આ માટે લાખો રૂપિયા ખર્ચ કરવા પડે નહીં.

જ્યારે Unacademyની શરૂઆત વર્, 2010માં ગૌરવ મુંજાલ દ્વારા બનાવવામાં આવેલાં You Tube ચેનલ તરીકે થઈ હતી. કંપનીની સ્થાપના વર્ષ 2015માં મુંજાલ, સૈની અને તેમના ત્રીજા સહ-સંસ્થાપક હેમેશસિંહે કરહી હતી. છ વર્ષ પછી Unacademy 18,000 શિક્ષકોના નેટવર્ક સાથે ભારતનું સૌથી મોટું શિક્ષણ પ્રૌદ્યોગિક પ્લેટફોર્મ્સમાંથી એક છે. કંપનીની વેલ્યૂ 2 અરબ ડૉલર એટલે કે, લગભગ 14, 830 કરોડ રૂપિયા છએ. આ પ્લેટફોર્મ પર 5 કરોજથી વધુ એક્ટિવ યૂઝર્સ છે.

રોમન સૈનીનું કહેવું છે કે, ‘‘શીખવું સફળતા તરફ પહેલું પગલું છે. કોઈ પણ પડકાર જીલ્યા પહેલાં તમારે તેની તૈયારી કરવી જોઈએ. રોમન મુજબ લોકો જન્મજાત જીનિયસ હોતા નથી અને દરેક લોકો પાસે જ્ઞાન, પ્રતિભા અને ચરિત્ર હોય છે કે, તે પોતાના માટે જે પણ લક્ષ્ય નિર્ધારિત કરે છે તે હાંસલ કરી શકે,. તેમના મુજબ કોઈને કોઈ પોતાના માતા-પિતા અથવા સમાજની ઇચ્છાઓ વિરુદ્ધ જઈને ડરની સાથે-સાથે પોતાની સીમાઓને આગળ વધારવાના ડરને દૂર કરવાની જરૂર છે.’’