કોણ છે ભારતની આ શક્તિશાળી યુવતી, આખી દુનિયા સામે પાકિસ્તાનને પાડ્યું ઉઘાડું

કાશ્મીર અંગે પાકિસ્તાન પોતાની નાપાક વિચારસરણીને છોડતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એકવાર ફરી કાશ્મીર રાગ આલાપ્યો છે. દર વખતની જેમ તેમને ભારત તરફથી આ અંગે જડબાતોડ જવાબ મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રખથ સચિવ સ્નેહ દુબેએ કહ્યું છે કે, ‘આતંકીઓને ખુલ્લુ સમર્થન કરવાનો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે.’

સ્નેહા દુબેએ રાઇટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું તે, ‘આ પહેલીવાર નથી કે, જ્યારે પાકિસ્તાનના નેતાએ યૂએનના પ્લેટફોર્મનો ઉપયોગ મારા દેશ વિરુદ્ધ ખોટા અને દુર્ભાવપૂર્ણ પ્રચાર કરવા માટે કર્યો છે. પાકિસ્તાની નેતાઓ પોતાના દેશની દુખ સ્થિતિથી દુનિયાનું ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યાં આતંકી ખુલ્લામાં ફરી રહ્યા છે. જ્યારે સામાન્ય અને ખાસ તો અલ્પસંખ્યકો લોકો સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

કોણ છે સ્નેહા દુબે?
ઇમરાન ખાનને આખી દુનિયા સામે અરીસો દેખાડનારા સ્નેહા દુબેએ પહેલીવારમાં જ UPSCમાં સફળતા મેળવી હતી. તે વર્ષ 2012 બેચની મહિલા અધિકારી છે. આઈએએફએસ બન્યા પછી તેમની નિયુક્તિ વિદેશ મંત્રાલયમાં થઈ હતી. તેમણે વર્ષ 2014માં ભારતીય દૂતાવાસ મેડ્રિડમાં મોકલવામાં આવ્યા હતાં.

અત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ છે. આંતરરાષ્ટ્રીય મામલામાં રસને લીધે સ્નેહા દુબેએ ભારતીય વિદેશ સેવામાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો. સ્નેહાએ જેએનયુથી સ્ટડી કરી છે. તેમણે અહીં એમએ અને એમફિલ કર્યું છે. સ્નેહાનું શરૂઆતનું શિક્ષણ ગોવામાં થયું હતું. આ પછી તેમણે પુણેની ફર્ગ્યુસન કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું. સ્નેહા દુબેએ એકવાર જણાવ્યું હતું કે, તેમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય સિવિલ સેવામાં નથી. સ્નેહાના પિતા મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. તેમની મા ટીચર છે અને ભાઈ બિઝનેસ કરે છે.

આ રીતે ગોવા અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી સ્ટડી કર્યા પછી સ્નેહા દુબે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને દુશ્મન દેશની હકિકત દુનિયાની સામે મૂકી રહ્યા છે.

આતંકીઓને શરણ આપે છે પાકિસ્તાન
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબેનું કહેવું છે કે, ઘણા દેશોને આ જાણકારી છે કે, પાકિસ્તાન આતંકીઓને શરણ આપે છે. તેમને સક્રિય રીતે સમર્થન દેવાનો ઇતિહાસ રહ્યો છે. આ તેમની નીતિ છે. આ એક એવો દેશ છે. જે વિશ્વ સ્તરે આતંકીઓને સમર્થન આપે છે. હથિયાર પુરા પાડવા અને આર્થિક મદદ કરવા તરીકેની ઓળખ મળે છે.

આખું જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે.
સ્નેહા દુબેએ પાકિસ્તાનને સણસણતો જવાબ આપતાં કહ્યું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સંપૂર્ણ ભાગ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને રહેશે. જેમાં તે વિસ્તાર પણ સામેલ છે જે પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં છે. અમે પાકિસ્તાનને ગેરકાયદેવાળા વિસ્તારને તરl ખાલી કરવા અપીલ કરીએ છીએ.