આ 16 સુંદર દેશોમાં વગર વિઝાએ ફરી શકે છે ભારતીયો, જુઓ આ લિસ્ટ

રાજ્યસભામાં સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી પર્યટકો માટે શુભ સમાચાર લઈને આવી છે. એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને જણાવ્યું કે, દુનિયાના 16 દેશમાં ભારતીય પર્યટકો માટે પાસપોર્ટ પર વગર વિઝાએ ફ્રી યાત્રાની સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહીં, વિદેશ રાજ્યમંત્રીએ પણ જણાવ્યું કે, 43 દેશ એવાં છે જ્યાં ભારતીય વિઝા ઓન અરાઇવલની સુવિધા આપે છે જ્યારે 36 એવાં દેશ જે ભારતીય પાસપોર્ટ રાખનારાને ઇ-વિઝાની સુવિધા આપે છે. જોકે, અત્યારે કોરોના વાઇરસને લીધે ઘણાં દેશમાં યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પણ પ્રતિબંધ હટતાં જ પ્રવાસીઓ આ દેશ ફરવા માટે જઈ શકે છે.

માલદીવ્સ
દ્રીપોનો દેશ માલદિવ્સમાં પણ ભારતીય પર્યટકો વિઝા ફ્રી યાત્રા સુવિધા આવે છે.

મૉરિશસ
ભારતીય પાસપોર્ટ ધારકોને મૉરશિસ પણ વિઝા ફ્રી એન્ટ્રી આપે છે અને તે 90 દિવસ સુધી વેલિડ હોય છે. પર્યટકો પાસે રિટર્ન ટિકીટ અને પૂરતું બેન્ક બેલેન્સ હોવું જરૂરી છે.

ભૂટાન
ભારતનો પાડોશી દેશ ભૂટાન પર્યટકોની પસંદગીની જગ્યા છે ભારતીયને ભૂટાન જવા માટે કોઈ વિઝાની જરૂર પડતી નથી. પાસપોર્ટ અથવા કોઈ પણ બીજા આઈડીથી ભૂટાન જઈ શકાય છે.

બારબાડોસ
બારબાડોસ દેશ પ્રકૃતિના ખોળામાં વસેલો એક સુંદર દેશ છે. અહીં ભારતીયો વગર વિઝાએ ફરી શકે છે.

હૉન્ગ કૉન્ગ એસ.એ.આર
હૉન્ગ કૉન્ગ એસ. એ. આરમાં ઘણાં દર્શનીય સ્થળ છે જેને જોવા માટે પર્યટક દૂર દૂરથી આવે છે. ભારતીયો અહીં વગર વિઝાએ ફરી શકે છે.

ડૉમિનિકા
ડૉમિનિકા પણ દુનિયાના સૌથી સુંદર દેશમાંથી એક છે. આ દેશ કેરેબિયન સાગરમાં સ્થિત છે.

સર્બિયા
સર્બિયા જવા માટે ભારતીયોને માત્ર પાસપોર્ટ અને ફ્લાઇટ ટિકીટની જરૂર છે.

ગ્રેનાડા
ગ્રેનાડા ઘણાં નાના-નાના દ્રીપો ભેગા કરીને બનેલું છે. આ સુંદર દેશમાં ભારતીયો વગર વિઝાએ ફરી શકે છે.

હૈતી
હૈતી કેરેબિયન દેશનો એક દેશ છે. આ દેશ તેમની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓને લીધે ઓળખાય છે.

મોંટેસેરાટ
મોંટેસેરાટ દુનિયાની સૌથી લોકપ્રિય જગ્યામાંથી એક છે. જો રોમાન્ચ પસંદ હોય તો આ સ્થળ સૌથી બેસ્ટ છે. અહીં ભારતીયો વગર વિઝાએ ફરવા જઈ શકે છે.

નેપાળ
હિમાલયના ખોળામાં વસેલું નેપાળ ફરવા માટે પણ વિઝાની જરૂર નથી. ભારતીય નેપાળમાં એકદમ ફ્રી ફરી શકે છે.

નિઉએ આઇલેન્ડ
આ જગ્યા સ્વર્ગ કરતાં ઓછી નથી. દૂર-દરથી લોકો શાંત અને સુંદર જગ્યાએ વેકેશન એન્જોય કરવા આવે છે.

સેન્ટ વિસેન્ટ
ભારતીય માટે સેન્ટ વિસેન્ટ વિઝા ફ્રી ડેસ્ટિનેશન છે. અહીં એક મહિના સુધી રહી શકાય છે.

સમોઆ
અહીં ભારતીયોને વગર વિઝાએ પ્રવેશવાની સુવિધા છે. સમોઆ તેની સુંદરતાની સાથે-સાથે મસ્ત પકવાન માટે પણ ઓળખાય છે.

સેનેગલ
સેનેગલમાં ફરવા માટે પર્યટકોને વિઝાની જરૂર નથી. અહીં પર્યટક 90 દિવસ સુધી રોકાઈ શકે છે.

ત્રિનિદાદ એન્ડ ટૉબૈગો
પાર્ટી કરવા માટે ત્રિનિદાદ એન્ડ ટોબૈગો બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં ફરવા માટે ભારતીયોને વિઝાની જરૂર નથી. અહીં પર્યટકો 90 દિવસ માટે સ્ટે કરી શકે છે.