એપાર્ટમેન્ટની બહાર જોવા મળી કરિના કપૂર, ‘બેબો’ના ચહેરા પર જોવા મળ્યા સોજાં

બોલિવૂડ સેલેબ્સ હવે પોતાના અપકમિંગ પ્રોજેક્ટને ખત્મ કરવા કામે લાગી ગયા છે. હવે સેલેબ્સની લાઈફ પણ બહુ જ નોર્મલ જોવા મળી રહી છે. તેઓ પાર્ટી અને ઈવેન્ટ્સમાં સામેલ થઈ રહ્યાં છે. આ બધાંની વચ્ચે કરીના કપૂર ખાન પોતાના એપોર્ટમેન્ટની બહાર જોવા મળી હતી. તે સમયે તેણે બ્લૂ ડેનિમ અને પ્રિંન્ટેડ શર્ટ પહેર્યો હતો અને તેના વાળ ખુલ્લા હતાં અને ગોગલ્સ પણ પહેરી રાખ્યા હતાં. પરંતુ કરિના કપૂરની તસવીરો સોશિયલ મીડિયામાં જોતાં જ ચાહકોના હોંશ ઉડી ગયા હતાં. જોકે વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, તેના ચહેરા પર સોઝા જોવા મળી રહ્યાં હતાં. મેકઅપ વગર જોવા મળેલ કરીના કપૂરનો અજીબ ચહેરો જોઈને ચાહકોએ જોરદાર કમેન્ટ્સ કરી રહ્યાં હતાં.

તમને જણાવીએ દઈએ કે, કરીના કપૂરને આ હાલતમાં જોતાં જ એક શખ્સે કમેન્ટ કરતાં લખ્યું હતું કે, તેના ચહેરાને શું થયું છે, તે બુઢ્ઢી લાગી રહી છે. જ્યારે બીજા શખ્સે પૂછ્યું હતું કે, કરિના કપૂરને આ શું થઈ ગયું. કમેન્ટ કરતાં શખ્સે લખ્યું હતું કે, તેના ચહેરો આટલો અજીબ કેમ લાગી રહ્યો છે. ચાહકોએ જોરદાર કમેન્ટ્સ કરી રહ્યાં હતાં.

મેકઅપ વગર જોવા મળેલી કરિના કપૂરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીરો જોઈ ચાહકોના હોંશ ઉડી ગયા હતાં. તસવીરો સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

તમને જણાવી દઈએ કે, કરિના કપૂરે આ વર્ષે બીજા પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મના થોડા જ મહિના બાદ તે કામ પર પરત ફરી હતી. આ બધાંની વચ્ચે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં તેનો અલગ-અલગ લુક જોવા મળ્યો હતો.

કરિના કપૂરની પાસે હાલ કોઈ બોલિવૂડ ફિલ્મની ઓફર નથી. કારણ કે તે આમિર ખાનની સાથે ફિલ્મ લાલસિંગ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના તહેવાર પર રિલીઝ થશે.