બહેન કરિશ્માની સાથે નવા ઘરની બહાર કરીના કપૂર લટાર માટે નીકળી, જુઓ તસવીરો

અભિનેત્રી કરીના કપૂર ખાન આજે તેની બહેન કરીશ્મા કપૂરની સાથે ચાલવા માટે નીકળી હતી તે દરમિયાન ફોટોગ્રાફર્સે પોતાના કેમેરામાં તેની તસવીરો કેદ કરી હતી. કરીના ચાલવા નીકળી તે દરમિયાન તેના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો જોવા મળી રહ્યો હતો. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

બહાર ચાલવા જવા માટે બન્ને બહેનોએ એકદમ ખુલ્લા કપડાં પહેર્યાં હતાં. કરીનાએ ડ્યુલ પ્રિન્ટેડ ગાઉનમા બહુ જ સુંદર લાગતી હતી અને હાથ ઉંચો કરીને કેમેરાની સામે પોઝ આપ્યો હતો ત્યાર બાદ કરીશ્માની સાથે વોકિંગ માટે નીકળી ગઈ હતી.

અભિનેત્રી કરિશ્મા કપૂર પણ લોંગ ગ્રે સ્વેટરની સાથે બ્લેક પ્રિન્ટેડ સ્કર્ટ, વ્હાઈટ માસ્ક અને કુલ બ્લેક શેડના કોમ્બિનેશનમાં એકદમ ફિટ અને સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી. કરીના અને સૈફ જલ્દી બીજા બાળકના માતા-પિતા બનવાના છે.

કરીના પ્રેગ્નેન્સી બાદ પણ પોતાના દરેક પ્રોજેક્ટને સારી રીતે પૂર્ણ કર્યાં છે. તે એક પણ કામ અધુરુ છોડવા માંગતી નથી અને કામ કરતું રહેવાનું વધારે પસંદ કરે છે. આ તસવીરો વાયરલ થતાં ચાહકોએ ભરપુર કમેન્ટ્સ કરી હતી.

કરીના કપૂર પોતાના નવા ઘરની બહાર બહેન કરિશ્મા કપૂરની સાથે સ્પોટ થઈ હતી. તે સમયે કપૂર સિસ્ટર્સે પોતાના કૂલ એન્ડ સ્ટાઈલિશ સાઈડ શો કર્યો હતો. કરીના કપૂરના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ જોવા મળતો હતો. તસવીરોની સામે કરીનાની સ્માઈલ તેને ક્યૂલ લૂક આપતી હતી.

કરીના આ મૈક્સી ડ્રેસમાં પહેલા પણ જોવા મળી ચૂકી છે. બીજીવાર પ્રેગ્નેન્સી દરમિયાન કરીના ઘણીવાર પોતાના આઉટફિટ રિપીટ કરતી જોવા મળી રહી છે. કરિશ્માએ પોતાના લૂકને બ્લેક ચશ્મા, સ્લાઈડર્સ અને લેધર બેગની સાથે પરફેક્ટ લુકમાં જોવા મળી હતી.