નાનકડાં ઘરને પણ મલાઈકાએ આ રીતે બનાવ્યું આલિશાન, તસવીરોમાં માણો

અભિનેત્રી, ટેલિવિઝન પર્સનાલિટી, મોડલ અને પોતાની ફિટનેસને લઈને બહુ જ ચર્ચામાં રહેનાર એક્ટ્રેસ મલાઈકા અરોરા મુંબઈમાં એક નાનકડા ઘરમાં રહે છે પરંતુ ઈન્ટિરિયરથી આ ફ્લેટ બહુ જ લક્ઝુરિયસ લાગે છે. એટલું જ નહીં પોતાના પુત્ર અરહાન અને ડોગ કૈસ્પરને પણ સાથે રાખે છે. તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અરબાઝ ખાનથી અલગ થયા બાદ વર્ષ 2016માં આ ઘરમાં શિફ્ટ થઈ હતી. મલાઈકા જેટલી સ્ટાઈલિશ છે એટલું જ તેના પણ તે ઘરને સ્ટાઈલિશ રાખે છે તો ચાલો એક નજર કરીએ આ ઘરમાં…

મલાઈકાને ફૂલ બહુ જ પસંદ છે આ કારણે તેનું ઘર ફૂલોથી સજ્જ જોવા મળી રહ્યું છે. ફૂલોનું ડેકોરેશન પણ તેને બહુ જ પસંદ છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

મલાઈકા ઘણીવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેને ચાહકો બહુ જ પસંદ કરે છે.

મલાઈકાએ ઘરના એન્ટ્રસ લોબીને બહુ જ ખૂબસુરત રીતે સજાવી છે. દરવાજા પર મોટો અરીસો એન્ટ્રેસ પર બહુ જ શાનદાર લાગે છે.

મલાઈકાને પોતાના ઘરની બાલકલની બહુ જ સારી લાગે છે તે ઘણીવાર પોતાના ડોગ અને પુત્રની સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળે છે.

મલાઈકા અરોરાએ ઘરના લિવિંગ એરિયાથી લઈને બાલકની સુધી દરેક ખુણાના ઈન્ટિરિયર પર ધ્યાન આપ્યું છે.

મલાઈકાએ પોતાના બેડરૂમની દીવાલો માટે સફેદ રંગ પસંદ કર્યો હતો. ઘણીવાર મલાઈકા પોતાના બાલકનીમાં અથવા ઘરના એન્ટ્રેસ પર સેલ્ફી લેતી જોવા મળે છે.

મલાઈકાના ઘરના સોફા, બેડ, દીવાલોથી લઈને ફ્લોરિંગ પણ બહુ જ એટ્રેક્ટિવ છે. વાત કરીએ મલાઈકાના કરિયરની તો તેણે છૈયા-છૈયા અને ગુડ નાલ ઈશ્ક મીઠા સોંગ પર ડાન્સ કરીને પોતાની ઓળખ ઉભી કરી હતી.

મલાઈકા અરોરાએઘરની અંદર લગાવેલા સોફાની સાથે બ્લૂ કલરની ચેર મુકી છે. તે ડાઈનિંગ ટેબલની ચેર ગ્રે કલરની છે. મલાઈકાના ઘરની આ તસવીરો ચાહકોને બહુ જ પસંદ આવી હતી અને ચાહકોએ ભરપુર કમેન્ટ્સ કરી રહ્યાં હતાં.

મલાઈકા અરોરા ઘણીવાર પોતાના ઘરની બાલ્કનીમાં મેટ પર યોગા કરતી જોવા મળે છે.

મલાઈકા પોતાના આ શાનદાર ઘરમાં પોતાના ગર્લ ગેંગની સાથે પણ પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે. જેની તસવીરો તે ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરી હોય છે.

મલાઈકા ઘણીવાર પોતાના કિચનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી જોવા મળી છે. તે કુકિંગ પણ એન્જોય કરતાં જોવા મળે છે.

મલાઈકાએ મુંબઈના સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ જય હિંદ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ મોડલિંગમાં રસ હોવાને કારણે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કર શકી નહીં.

મલાઈકા પોતાના લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તે 48 વર્ષની છે જ્યારે અર્જૂન 36 વર્ષનો છે. બન્ને ઘણીવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે.