એક અભિનેતા સાથે લિપલોક સીન કરી ચૂકી છે ‘બાહુબલી’ની આ અભિનેત્રી - Real Gujarat

એક અભિનેતા સાથે લિપલોક સીન કરી ચૂકી છે ‘બાહુબલી’ની આ અભિનેત્રી

મુંબઈઃ ‘બાહુબલી’માં શિવગામીનો રોલ કરી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન 50 વર્ષની થઈ ગઈ છે. રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970ના ચેન્નાઈમાં થયો હતો. ફિલ્મ ‘બાહુબલી’માં દબંગ માતાનો રોલ કરનારી રામ્યા સિલ્વર સ્ક્રિન પર બોલ્ડ રોલ પણ કરી ચૂકી છે. 1993માં આવેલી ફિલ્મ ‘પરંપરા’માં રામ્યા બોલ્ડ સીન્સ આપી ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં રામ્યાએ પોતાના કરતા 24 વર્ષ મોટા એક્ટર સાથે ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા.

આ ફિલ્મમાં રામ્યાએ વિનોદ ખન્ના સાથે ના માત્ર લિપ-લૉક સીન કર્યો પરંતુ ઘણા ઈન્ટિમેટ સીન્સ પણ આપ્યા હતા. બંનેએ લતા મંગેશકરે ગાયેલા ગીત ‘તુ સાવન મે પ્યાર પિયા’માં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. તે સમયે વિનોદ ખન્ના રામ્યા કરતા 24 વર્ષ મોટા હતા. 27 એપ્રિલ 2017ના વિનોદ ખન્નાનું નિધન થયું હતું.

રામ્યાએ અનિલ કપૂર સાથે પણ બોલ્ડ સીન્સ આપ્યા છે. 1995માં આવેલી ફિલ્મ ‘ત્રિમૂર્તી’માં રામ્યાએ એક વેમ્પનો રોલ કર્યો હતો. તેણે આ ફિલ્મ માટે અનિલ કપૂર સાથે બોલ્ડ સીન્સની શૂટિંગ પણ કરી હતી, જોકે પછીથી ફિલ્મમાંથી આ રોલ જ હટાવી લેવામાં આવ્યો હતો. આ જ કારણે પછી ફિલ્મમાં રામ્યાનું નામ પણ જોવા મળ્યું નહીં. જોકે આ સીન્સના કારણે પણ રામ્યા ઘણી ચર્ચામાં રહી હતી.

1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વજૂદ’માં રામ્યાએ નાના પાટેકર સાથે કિસિંગ સીન કર્યો હતો. ફિલ્મમાં તે નાના પાટેકર સાથે બેડરૂમ સીન્સ આપતા સમયે લિપ-લૉક કરતા અને ઈન્ટિમેટ થતી જોવા મળી હતી. ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ (1998)માં રામ્યા અમિતાભ બચ્ચનની લવ લેડી બની હતી. ફિલ્મના ગીતમાં રામ્યા વ્હાઈટ કલરની શોર્ટ ડ્રેસમાં અમિતાભ સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી.

રામ્યા શાહરૂખ ખાન સાથે પણ રોમાન્સ કરી ચૂકી છે. ફિલ્મ ‘ચાહત’માં શાહરૂખના પ્રેમમાં પડે છે રામ્યા. આ સમયે તે પોતાના પ્રેમને ઈમ્પ્રેસ કરતા બોલ્ડ ડાન્સ કરતી પણ જોવા મળે છે. રામ્યાએ 12 જૂન 2003ના તેલુગુ ફિલ્મમેકર કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા. 13 ફેબ્રુઆરી 2004ના રામ્યાએ દીકરી રિત્વિકને જન્મ આપ્યો જે હાલ 16 વર્ષનો છે.

રામ્યાએ ફિલ્મ ‘બાહુબલી 2’ માટે 2.5 કરોડની ફી લીધી હતી અને તેની પાસે 5 મિલિયન ડૉલર એટલે કે 37 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રામ્યા પાસે મર્સિડીઝ બેન્ઝ એસ350 કાર છે, જેની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે. તેની પાસે કરોડોનો ભવ્ય બંગલો છે. 2012માં તેના આ બંગલામાંથી કામવાળી બાઈ 10 લાખ રૂપિયાના ઘરેણાં લઈ ભાગી હતી.

‘બાહુબલી’ના રોલ માટે રામ્યા પહેલા શ્રીદેવીને ઓફર આપવામાં આવી હતી. પરંતુ શ્રીદેવીએ 6 કરોડ ફી તરીકે માગ્યા હતા.

આટલે ના અટકતા શ્રીદેવીએ 5 સ્ટાર હોટલમાં સંપૂર્ણ ફ્લોર બુક કરવાની સાથે મુંબઈથી હૈદરાબાદની બિઝનેસ ક્લાસની ટિકિટ માગી હતી. પહેલાથી જ વધુ બજેટમાં બની રહેલી આ ફિલ્મ માટે ફી અને વધારાના ખર્ચા પોસાય તેમ નહોતા.

એવામાં ડિરેક્ટર રાજામૌલીએ શ્રીદેવીના સ્થાને રામ્યા કૃષ્ણન સાથે વાત કરી અને અંતે રામ્યાએ ફિલ્મમાં કામ કરવા માટે તૈયારી દર્શાવી. આ રોલ માટે તેને 2.5 કરોડ મળ્યા હતા.