તસવીરોમાં જુઓ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો પરિવાર

અદાણી ગ્રુપના માલિક અને ભારતના સૌથી અમિર બિઝનેસમેન ગૌતમ અદાણી હાલ દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ જે રીતે તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છ તે જોતાં જલ્દી દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ બની જશે. ગૌતમ અદાણીની ઉપર ટેસ્લાના માલિક એલન મસ્ક અને ફ્રાંસના બર્નાર્ડ અર્નાલ્ટ છે. પરંતુ ગૌતમ અદાણી અને એલન મસ્કની સંપત્તિમાં વધારે અંતર રહ્યું નથી. ફોર્સ્બના રિયલટાઈમ બિલિયનર ઈંડેક્સના જણાવ્યા પ્રમાણે, મસ્કની કુલ નેટવર્થ 146.5 અરબ ડોલર છે જ્યારે અદાણીની સંપત્તિ 126.5 અરબ ડોલર થઈ ગઈ છે. ગૌતમ અદાણીનો બિઝનેસ દુનિયામાં ઘણી જગ્યાએ છે. ગૌતમ અદાણી વિશે ઘણાં લોકો જાણે છે પરંતુ તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે.

24 જૂન 1962ના રોજ અમદાવાદના મધ્યમ વર્ગ પરિવારમાં જન્મેલ ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ ગુજરાતી જૈન ફેમિલી સાથે સંબંધ ધરાવતા છે. અમદાવાદમાં તેમનો ટેક્સટાઈલનો બિઝનેસ હતો. ગૌતમ અદાણીના માતાનું નામ શાંતા અદાણી છે.

ગૌતમ અદાણીને 7 ભાઈ-બહેન છે. જેમાં સૌથી મોટા મનસુખખાઈ અદાણી છે. ત્યાર બાદ વિનોદ અદાણી, રાજેશ અદાણી મહાસુખ અદાણી, વસંત અદાણી અને એક બહેન છે. એક સમય એવો હતો જ્યારે ગૌતમ અદાણી પોતાના માતા-પિતા અને 7 ભાઈ બહેનોની સાથે એક નાની ચાલીમાં રહેતા હતાં.

ગૌતમ અદાણીના લગ્ન પ્રીતિ સાથે થયા છે. તેમની પત્ની પ્રીતિ ડેંટિસ્ટ છે. આ ઉપરાંત તેઓ અદાણી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પણ છે. અદાણી ફાઉન્ડેશન બાળકોના એજ્યુકેશનની સાથે ચેરિટીનું કામ કરે છે.

ગૌતમ અને પ્રીતિ અદાણીને બે બાળકો છે. મોટા પુત્રનું નામ કરન અને નાના પુત્રનું નામ જીત અદાણી છે. કરને પીડીપીયુ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મોટા પુત્ર કરનના લગ્ન દેશના જાણીતા કોર્પોરેટ વકીલ સીરિલ શ્રોફની પુત્રી પરિધિ સાથે થયા હતાં. સિરિલ શ્રોફ અને ગૌતમ અદાણી સંબંધી છે.

કરન અદાણી અને પરિધિના લગ્ન વર્ષ 2013માં થયા હતાં. બન્નેના લગ્નમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતાં. જુલાઈ 2016માં ગૌતમ અદાણી પૌત્રી અનુરાધાના દાદા બન્યા હતાં. તમને જણાવી દઈએ કે, કરન અદાણી હાલ અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ)ના CEO છે.

ગૌતમ અદાણીની વહુ પરિધિ કોર્પોરેટ વકીલ છે. તે પોતાના પિતા ફર્મ સિરિલ અમરચંદ મંગલદાસ માટે કામ કરે છે. આ કંપની મોટા કોર્પોરેટ ઘરના લીગલ એડવાઈઝનું કામ કરે છે.

ગૌતમ અદાણીના નાના પુત્રનું નામ જીત છે. જીતે 2019માં પેંસિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગમાં ડિગ્રી મેળવી છે. જોકે તેઓ પોતાના પિતાના બિઝનેસમાં મદદ કરે છે. જીત અદાણી ગ્રુપમાં એરપોર્ટ સિવાય ડિજીટલ લેબ્સનું કામ સંભાળી રહ્યાં છે.

રિપોર્ટ્સ પ્રમાણે, ગૌતમ અદાણી પોતાની વધતી જતી સંપત્તિનું મેનેજમેન્ટ માટે એક ઓફિસ ખોલવા માંગે છે. તેઓ દુબઈ અથવા ન્યુયોર્કમાં ખોલી શકે છે. પરંતુ ઓફિસ ક્યાં કરવી તેની પર વિચાર ચાલી રહ્યો છે.

ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ છેલ્લા 28 વર્ષથી દુબઈમાં જ રહે છે. શુગર, ઓઈલ, આયરન સ્ક્રેપ, એલ્યુમીનિયમ અને કોપરનું ટ્રેડિંગ કરનાર વિનોદ અદાણીએ 1976માં સૌથી પહેલા VR ટેક્સટાઈલના નામથી કંપની ખોલી હતી જેની ઓફિસ ભિવંડીમાં હતી ત્યાર બાદ 1994માં દુબઈ શિફ્ટ કરવામાં આવી હતી.

અદાણી ગ્રુપનો બિઝનેસ કોલસો, પાવર પ્રોડક્શન, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, એગ્રો પ્રોડક્શન, ઓઈલ અને ગેસ એક્સપ્લોરેશન જેવા અલગ-અલગ ફીલ્ડમાં ફેલાયેલો છે. તેની લિસ્ટેડ ગ્રુપ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન સામેલ છે.