જયદેવ ઉનડકટના લેવિસ લગ્નમાં આવો ધમાકેદાર હતો માહોલ, આવી હતી વરરાજાની એન્ટ્રી

આણંદ: સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ગઈકાલે સોમવારે આણંદના એક લેવિસ રિસોર્ટમાં છાનામાના લગ્ન કરી લીધા હતા.
ઉનડકટે તેની મંગેતર રિની સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન દરમિયાન કપલે સ્ટેજ પર સોલો ડાન્સ પણ કર્યો હતો. આ લગ્નમાં સૌરાષ્ટ્ર ટીમના મોટાભાગના ખેલાડીઓ હાજર રહ્યા હતા. ગુજરાતી પરંપરાગત લગ્નમાં મહેમાનોએ મન મૂકીને મજા માણી હતી.

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને રિની લગ્નગ્રંથીથી જોડાયા હતાં. જેમાં મિત્રો અને નજીકના જ સગા-સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે હાલ ધૂમ મચાવી રહી છે.

લગ્નના એક દિવસ પહેલા જ જયદેવ અને રિનીની સંગીત સેરેમની યોજવામાં આવી હતી જેમાં જયદેવના મિત્રો જોવા મળ્યા હતાં. સંગીત સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ ઉપરાંત હલ્દી સેરેમની પણ યોજવામાં આવી હતી જેમાં જયદેવ અને રિની બન્નેએ યલો કલરના મેચિંગ કપડાં પહેર્યાં હતાં જેમાં બન્ને સુંદર લાગતા હતાં. હલ્દી સેરેમનીની પણ તસવીરો સામે આવી હતી.

જયદેવ ઉનડકટ અને રિનીના લગ્નમાં અભિનેત્રી ભક્તિ કુબાવત પણ હાજર રહી હતી. તેણે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

જયદેવ અને રિનીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેમ્બર પણ હાજર રહ્યાં હતા જેમની તસવીરો સામે આવી હતી.

જયદેવ ઉનડકટની મંગેતર રિની વ્યવસાયે વકીલ છે. રિની અન જયદેવે 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી.

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોનીને બોલિંગ કરતાં રિનીને પ્રપોઝ કરવામાં વધુ નર્વસ થયો હતો.

નોંધનીય છે કે, ચેતેશ્વર પુજારાએ જયદેવની મંગેતરના નામનો ખુલાસો કર્યો હતો. પુજારાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, પરિવારમાં તમારું સ્વાગત છે રિની. મને ખૂબ જ ખુશી છે કે મારા ભાઈ જયદેવ ઉનડકટને તેના જીવનનો પ્રેમ મળ્યો.

નવી દંપતીની તસવીર.