પાકિસ્તાનની આ હિરોઈનોની બોલ્ડનેસ જોઈને તમને છૂટી જશે પરસેવો

ફિલ્મજગતમાં હાલ લગભગ ભાગ્યે જ કોઈ એવી હિરોઈન હશે કે, જેણે પોતે ફિલ્મી પડદા પર પોતાનું બોલ્ડ સ્વરૂપ નહિ દેખાડ્યું હોય. હાલ દર્શકોને આકર્ષવા માટે આ જાણે એક ફિલ્મી ફંડો બની ગયો હોય એવું લાગે છે. ફિલ્મને સુપરહિટ કરવા માટે ને દર્શકોને પોતાની ફિલ્મ સાથે બાંધવા માટે હાલ દિગ્દર્શકો દ્વારા જ હિરોઈન પાસે આવા બોલ્ડ દ્રશ્યો શૂટ કરાવવામાં આવે છે અને તેને ફિલ્મી પડદા પર ટેલીકાસ્ટ પણ કરાવવામાં આવે છે. અત્યાર સુધી આપણે બોલીવુડની હિરોઈનોને બોલ્ડ અવતારમાં ઘણીવાર જોઈ પણ આજે અમે તમને પાકિસ્તાનની એવી પાંચ હિરોઈનો વિશે જણાવીશું કે, જેની બોલ્ડનેસ જોઇને તમે બોલીવુડ પણ ભૂલી જશો.

મથિરા :
પહેલું નામ આવે તો તે અભિનેત્રી મથિરાનું છે. પાકિસ્તાનની સૌથી બોલ્ડ અને ફેમસ એક્ટ્રેસ, હોસ્ટ અને એન્કર મથિરા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે ઘણી ટીવી સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેના કપડાં એટલા બોલ્ડ હોય છે કે તે તમને જોઇને પણ નવાઈ લાગશે કે, શું આ ખરેખર પાકિસ્તાની અભિનેત્રી છે? તે એન્કરિંગ પણ કરે છે અને એકવાર તેમને લાઇવ પ્રોગ્રામમાં ગંદી વાતોનું શિકાર પણ બનવું પડ્યું હતું.

વીણા મલિક :
વીણા મલિકના નામથી તો તમે પરિચિત જ હશો. તે પાકિસ્તાન કરતા ભારતમાં વધુ પડતી પ્રખ્યાત છે. તેમના બોલ્ડ નિવેદનો પણ ખૂબ જ ચર્ચાનો વિષય બને છે. તેમણે ઘણીવાર ટોપલેસ પોઝ પણ આપ્યા છે. આ સાથે જ તે પોતાના બિકિની શૂટને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. બોલીવૂડમાં તેણીએ એક ફિલ્મ પણ કરી છે. તેને પોતાની ફિલ્મ પણ ગમી હતી. જોકે, બાદમાં તે પાકિસ્તાન પાછી ફરી હતી. તેમની બોલ્ડનેસના કારણે પાકિસ્તાનમાં લોકો તેમને ધમકીઓ પણ આપવા લાગ્યા હતા.

હુમૈમા મલિક :
પાકિસ્તાની બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં વધુ એક નામ હુમૈમા મલિકનું છે. આ અભિનેત્રીના બોલ્ડ ફોટાની ચર્ચા તો આખા પાકિસ્તાનમાં થાય છે. તે પોતાની બોલ્ડનેસના કારણે ઘણીવાર ચર્ચાનો વિષય બની છે. તેમને બાળપણથી જ ગ્લેમરનો ખૂબ જ શોખ હતો. આ જ કારણ છે કે, જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો જન્મ 18 નવેમ્બર,1987ના રોજ ક્વેટામાં થયો હતો. તેમના નિવેદનો પણ લાંબા સમય માટે ચર્ચામાં રહ્યા હતા.

અમના ઈલિયાસ :
ઇસ્લામિક દેશની આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના બોલ્ડ ફોટોનો નજારો તેમના એકાઉન્ટમાં જ જોવા મળી રહે છે. તેમની બોલ્ડનેસ જોઇને તમે ભારતની હિરોઇનોને પણ ભૂલી જશો. આમ જોવા જઇએ તો અમનાનું નામ પણ પાડોશી દેશની સૌથી સુંદર હિરોઇનોમાં આવે છે. તે તેની સુંદરતાની સાથે-સાથે તેના અભિનય માટે પણ પાકિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ચુકી છે. તે પોતાની બોલ્ડ ફોટોસ અવારનવાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે.

મહવિશ હયાત :
પાકિસ્તાનની આ અભિનેત્રીનું નામ પણ આ યાદીમાં શામેલ છે. તેણી તેના આકર્ષક વસ્ત્રો માટે પડોશી દેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આમ, જોવા જઈએ તો તેમનો અભિનય પણ ઉત્તમ છે. તેમની ફિલ્મ ‘પંજાબ નહીં જાઉંગી’ને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.