ધીરુભાઈ અંબાણીના બે સગા ભાઈઓ આજે કઈ હાલતમાં જીવે છે? જાણો રસપ્રદ વિગત

મુંબઈઃ બિઝનેસ જગતના બાદશાહ મનાતા ધીરુભાઈ અંબાણી અંગે સમગ્ર વિશ્વ જાણે છે. પરંતપ તમેના ભાઈઓ કેટલા હતા અને હાલ તેમનો પરિવાર શું કરે છે તે વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આજે અમે તમારી સમક્ષ ધીરુભાઈ અંબાણીના ભાઈઓ અને તેમના પરિવાર વિશે જણાવી રહ્યાં છીએ. ધીરુભાઈ અંબાણીના પિતા હીરાચંદ ગોર્ધનભાઈ અંબાણી એક શિક્ષક હતા. માતા જમનાબેન એક સામાન્ય ગૃહિણી હતા. ધીરુભાઈ 4 ભાઈ-બહેન હતા. જેમના નામ રમણિક ભાઈ, નાથુભાઈ, ત્રિલોચનાબેન અને જસુમતિબેન હતું.

ધીરુભાઈના મોટા ભાઈ રમણિક ભાઈએ પદ્માબેન સાથે લગ્ન કર્યા હતા. રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પર ‘વિમલ’ બ્રાન્ડની શરૂઆત 1970માં અમદાવાદ નજીકના નરોદા ખાતે કરવામા આવી હતી. આ કંપનીની સ્થાપ્નામાં વિમલ અંબાણીના પિતા રમણિકભાઈનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. રમણિકભાઈ અંબાણી 2014 સુઘી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડનો ભાગ હતા.

90 વર્ષની વયે રમણિકભાઈના બોર્ડમાંથી હટ્યા બાદ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને બોર્ડમાં સામેલ કરવામા આવ્યા. રમણિકભાઈનું 28 ઓગસ્ટ 2020ના નિધન થયું. રમણિક ભાઈ અને પદ્માબેનના સંતાનોમાં નીતા, મીના અને ઈલા નામની દીકરીઓ અને દીકરો વિમલ સામેલ છે. રમણિકભાઈની પત્ની પદ્માબેનનું 201માં નિધન થયું હતું. રમણિકભાઈ બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે રહેતા હતા.

વિમલ અંબાણી ટાવર ઓવરસીઝ લિમિટેડના પ્રમુખ છે. આ કંપની રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ, સ્ટૉક બ્રોકરેજ, સ્ટાર્ટ ઈન્વેસ્ટમેન્ટના ક્ષેત્રે કામ કરે છે. આ અગાઉ તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ટેક્સટાઈલ ડિવિઝનના ચીફ એક્જિક્યૂટિવ તરીકે કામ કરતા હતા. ટાવર ઓવરસીઝ ઉપરાંત વિમલ અંબાણી ઘણી કંપનીઓ સાથે જોડાયેલા છે. તે ટેક્સટાઈલ અને લેધર ગુડ્સનું કામ કરતી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીના ડિરેક્ટર છે. વિમલ અંબાણીએ સોનલ અંબાણી સાથે લગ્ન કર્યા છે. તેમને અમર અંબાણી અને અંજલિ અંબાણી નામના બાળકો છે. જે હાલ ભણી રહ્યાં છે. વિમલ અંબાણીના બહેન ઈલા અંબાણીના લગ્ન ગુજરાતી રાજકરણી સૌરભ પટેલ સાથે થયા છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં કેબિનિટ મંત્રી પણ છે.

ધીરુભાઈ અંબાણીના બીજા ભાઈ નાથુભાઈ અંબાણીએ સ્મિતાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમના દીકરાનું નામ વિપુલ અંબાણી છે. વિપુલે 2009માં પ્રિતી સાથે લગ્ન કર્યા હતા. વિપુલ અને પ્રિતી ઘણી કંપનીઓમાં જોઈન્ટ સેક્રેટરી છે. વિપુલ એક કેમિકલ એન્જિનિયર છે. તેણે યુનિવર્સિટી ઓફ મૈસાચુએટ્સથી અભ્યાસ કર્યો છે. તેણે પોતાના કરિયરનો પ્રારંભ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કંપની પ્રોજેક્ટ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ ગ્રુપથી કરી હતી.

આ કંપનીમાં તેણે એમડી તરીકે કામ કર્યું. જે પછી વિપુલે ટાવર કેપિટલ એન્ડ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ નામની પોતાની કંપની બનાવી હતી. આ કંપનીમાં વિપુલ અને તેની પત્ની પ્રીતિ જ ડિરેક્ટર છે. આ કંપની પોતાના ક્લાઈન્ટ્સને બ્રોકરેજ સેવા આપે છે અને દેવાની સ્થિતિમાં પણ પોતાના ક્લાઈન્ટ્સને સુવિધા પુરી પાડે છે. વિપુલ અંબાણીએ નીરવ મોદી સાથે 2014માં કામ શરૂ કર્યું હતું. આ જ કારણે નીરવ મોદી કાંડ મામલે સીબીઆઈ વિપુલ અંબાણીની પણ તપાસ કરી રહી છે.