અરબો રૂપિયાની સંપત્તિ અને આલિશાન મહેલના માલિક છે સૌરવ ગાંગુલી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીને થોડાં દિવસ પહેલાં સામાન્ય હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં અને તેમની સર્જરી કરવામાં આવી હતી. હવે તેમની તબિયત સારી છે. સૌરવ ગાંગુલીનું ક્રિકેટમાં યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. મહત્ત્વનું છે કે, સૌરવ ગાંગુલી BCCIમાં પ્રમુખ તરીકે કામ કરવા છતાં કોઈ સેલેરી લેતાં નથી છતાં વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

એક વેબસાઇટના રિપોર્ટ મુજબ, સૌરવ ગાંગુલીની કુલ સંપત્તિ લગભગ 416 કરોડ રૂપિયા છે. જેમાં સૌરવ ગાંગુલીની સ્થાયી અને અસ્થાયી બંને સંપત્તિ સામેલ છે.

કોલકાતામાં જ સૌરવ ગાંગુલીનો આલીશાન બંગલો છે.

સૌરવ ગાંગુલીનો આ બંગલો અંદરથી ખૂબ જ ભવ્ય છે. સૌરવ ગાંગુલી ખુદ પોતાના ઘરની અંદરની ઝલક બતાવી ચૂક્યા છે.

ફૅમશ શૂઝ કંપની પૂમા સાથે સૌરવ ગાંગુલીનો કરાર છે. આ માટે તેમણે વર્ષે 1.35 કરોડ રૂપિયા મળે છે.

સૌરવ ગાંગુલી ડીટીડીસી એક્સપ્રેસ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડ છે અને 1 કરોડ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે.

આ ઉપરાંત સૌરવ ગાંગુલી JSW Cement, અજંતા શૂઝ, My 11 Circle, ટાટા ટેટ્લે, એસિલર લેન્સ અને સેનકો ગોલ્ડ સહિતની બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી કમાણી કરે છે.

સૌરવ ગાંગરુલી ગૌતમ અદાણી ગ્રુપના ફોર્ચ્યૂન ઑઇલને પણ એન્ડોર્સ કરે છે. કુલ તે વર્ષે માત્ર એન્ડોર્સમેન્ટથી જ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે.