IPLની મેચમાં આ સુંદરી મચાવશે ધૂમ, હરાજીમાં આખી દુનિયાની નજર હતી આ યુવતી પર

આઈપીએલની 14મી સીઝન માટેની હરાજીની પ્રક્રિયા ગુરુવારે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈની એક હોટલમાં પૂર્ણ કરવામાં આવી હતી. ટી-20 લીગની આગામી સીઝન માટે, તમામ ફ્રેન્ચાઇઝી મળીને કુલ 57 ખેલાડીઓ માટે બોલી લગાવી હતી અને તેમને તેમની સંબંધિત ટીમોમાં સામેલ કર્યા હતા. આ સમય દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સૌથી ઓછા ત્રણ ખેલાડીઓ ખરીદ્યા અને તેમના ટેબલ પર ઓછી હિલચાલ જોવા મળી. જો કે, તેમ હોવા છતાં, હૈદરાબાદમાં ટેબલ પર એક સુંદર છોકરીએ બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ.

સનરાઇઝર્સ હૈદરાબાદમાં ટેબલ પર બેઠેલી યુવતીનું નામ કાવ્યા મારન છે. તે 29 વર્ષની છે. કાવ્યા દેશનાં પૈસાદાર લોકોમાંનાં એક સન ટીવી નેટવર્કના માલિક અને સનરાઇઝર્સનાં સંસ્થાપક કલાનિધિ મારનની પુત્રી છે.

કાવ્યા પહેલીવાર આઈપીએલની હરાજીમાં સામેલ થઈ નથી, પરંતુ અગાઉની સીઝનમાં તેણે હૈદરાબાદના ખેલાડીઓ માટે બોલી લગાવી હતી. તે ઘણીવાર સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જઈને તેની ટીમને સપોર્ટ આપતી જોવા મળી છે.

જણાવી દઈએ કે કલાનિધિ સન ટેલિવિઝન નેટવર્કના માલિક છે અને કાવ્યા હાલમાં તેના પિતાનો ધંધો સંભાળી રહી છે. કાવ્યા તે ક્રિકેટ ચાહકોમાંના એક છે જે દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળે છે. તે ક્રિકેટને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા હરાજીમાં પસંદ કરાયેલા ખેલાડીઓ વિશે વાત કરીએ, તો આ વખતે તેઓએ ફક્ત ત્રણ ખેલાડીઓને પસંદ કર્યા. તેમાં બે કરોડ માટે ભારતીય દિગ્ગજ ખેલાડી કેદાર જાધવ, 1.5 કરોડમાં અફઘાન સ્પિનર મુજીબ-ઉર-રેહમાન અને કર્ણાટકના ઓલરાઉન્ડર જગદીશ સુચિતનો 30 લાખનો સમાવેશ થાય છે.

માત્ર ત્રણ ખેલાડીઓ લીધા હોવા છતાં હૈદરાબાદે તેના 25 ક્રિકેટરોનો ક્વોટા પૂરો કર્યો હતો અને હરાજી બાદ 6.95 કરોડ રૂપિયાની બચત પણ કરી હતી.

સનરાઇઝર્સની ટીમ:

બેટ્સમેન: ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર) શ્રીવત્સ ગોસ્વામી (વિકેટકીપર), પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમાદ, વિરાટ સિંહ

ઓલરાઉન્ડર: મિશેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, વિજય શંકર, અભિષેક શર્મા, કેદાર જાધવ

સ્પિનર્સ: રાશિદ ખાન, શાહબાઝ નદીમ, જે સુચિત, મુજીબ-ઉર-રહેમાન

ઝડપી બોલરો: ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, બેસિલ થમ્પી, ટી. નટરાજન, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કૉલ