મુકેશ અંબાણીની લાડલીએ લગ્નમાં પહેર્યું હતું પાનેતર, કિંમત એટલી કે કલ્પના પણ ના કરી શકો!

મુંબઈઃ ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો છે. હાલમાં જ અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાએ દીકરાને જન્મ આપ્યો હતો. મુકેશ તથા નીતા અંબાણી દાદા-દાદી બન્યાં. મુકેશ અંબાણીએ પૌત્ર સાથેની પહેલી તસવીર શૅર કરી હતી. તો મુકેશ અંબાણીની લાડલી દીકરી 12 ડિસેમ્બર, 2019ના રોજ લગ્ન કર્યાં હતાં. ઈશા અંબાણીની સેકન્ડ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.


ઈશા અંબાણીએ બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યાં હતા. આ શાહી લગ્નમાં દેશ તથા દુનિયાના મહેમાનો સામેલ થયા હતા. ઈશા અંબાણી તથા આનંદ પીરામલના લગ્ન એન્ટેલિયામાં યોજાયા હતા.


આ શાહી લગ્નની ચર્ચા આજે પણ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મુકેશ અંબાણીએ પોતાની દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે 700 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. લગ્નમાં ભોજનથી લઈ ડેકોરેશન, વેન્યૂ, મહેમાનોનું સ્વાગત, બધું જ રોયલ અંદાજમાં કર્યું હતું. લગ્નમાં અંબાણી પરિવારના આઉટફિટ પણ ચર્ચામાં રહ્યાં હતાં.


આ લગ્નમાં ઈશા અંબાણીએ પોતાની માતા નીતા અંબાણીએ લગ્નમાં જે સાડી પહેરી હતી, તે જ સાડીનો પલ્લુ નાખ્યો હતો. તે પાનેતરમાં ઘણી જ સુંદર લાગતી હતી. લગ્નની દરેક વિધિમાં ઈશાએ અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી હતી. કહેવાય છે કે ઈશા અંબાણીએ લગ્નમાં જે આઉટફિટ અને ઘરેણાં પહેર્યાં હતાં, તેની કિંમત સાંભળીને દરેક લોકોને નવાઈ લાગી હતી.


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં જે ઘરેણાં અને કપડાં પહેર્યાં હતાં, તેની કિંમત 90 કરોડ રૂપિયા હતી.