તિરંગામાં લપેટાયેલા પિતાના પાર્થિવ દેહને જોતો રહ્યો પુત્ર, પત્નીએ હિબકાં ભરીને કહ્યું- વચન તોડ્યુ નાખ્યું

કુપવાડાઃ રવિવારે (પાંચ એપ્રિલ) જમ્મુ કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં આતંકીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થઇ ગયા હતા. આ વીર સપૂતોમાં ઉત્તરાખંડના લાલ હવલદાર દેવેન્દ્ર સિંહ રાણા પણ સામેલ હતા. 7 તારીખે જ્યારે શહીદનું પાર્થિવ શરીર ગામડે પહોંચ્યું તો બધાની આંખમાં આંસુ હતા. દીકરાનો મૃતદેહ જોઇ પિતા ભૂપાલ સિંહ બેસૂદ થઇ ગયા તો શહીદ જવાનનો 11 વર્ષનો દીકરો પિતાના મૃતદેહને એકિટસેક જોતો જ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 7 એપ્રિલે હવલદાર દેવેન્દ્ર સિંહ રાણાનો પાર્થિવ દેહ હેલિકોપ્ટરથી રાજ્યના ચારધામ હેલીપેડ પર પહોંચ્યો હતો. અહીં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવૃત અને ગઢવાલ સાંસદ તીરથ સિંહ રાવતે સેનાના અધિકારીઓ સાથે શહીદને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ પાર્થિવ શરીર શહીદના પૈતૃક ગામ તિનસોલી લઇ જવામાં આવ્યું હતું.

તિરંગામાં લપેટાયેલા શહીદના પાર્થિવ શરીર જોઇ પત્ની વીનીતા દેવી અને માતા કુંવરી દેવી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી. તો આખું ગામ અંતિમ વિધિમાં જોડાઇને વીર જવાનના નારા લગાવ્યા હતા.

માતા અને દાદીને આવી રીતે રડતાં જોઇને શહીદના દીકરા રવિન્દ્ર અને દીકરી આંચલે પોતાના પરિવારજનોને સંભાળ્યા હતા. દીકરી આંચલ આ સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર હતી. આ દરમિયાન પત્ની સતત કહેતી રહેતી કે તમે કાલે મને ફોન કર્યા બાદ વાયદો કર્યો હતો પરંતુ આ વાયદો તમે તોડી નાખ્યો.

ઉલ્લેખનીય છે કે 7 તારીખે હવલદાર દેવેન્દ્ર સિંહ રાણાના મૃતદેહને હેલિકોપ્ટરની મદદથી ચારધામ હેલિપેટ પહોંચાડવામાં આવ્યો હતો. ખુબ જ ધીરજપૂર્વક સેનાના જવાનોએ પરિવારજનોને અંતિમ સંસ્કાર કરાવવા માટે મનાવ્યા અને શહીદ જવાનના પિતાએ અંતિમ વિધિ કરાવી. આ દરમિયાન દેવેન્દ્ર રાણા અમર રહે જેવા નારા લગાવવામાં આવ્યા. તો સેનાના 10 જવાનોએ હવાઇ ફાયર કરી પોતાના સૈન્ય સાથીને અંતિમ સલામી આપી.