શ્રીની મોટી દીકરીને કપડાં પહેરવામાં પડી એવી મુશ્કેલી કે બે લોકોએ ભેગા થઈને માંડ માંડ પહેરાવ્યા!

મુંબઈઃ શ્રીદેવી તથા બોની કપૂરની મોટી દીકરી જાહન્વી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે પોતાની તસવીરો શૅર કરતી રહે છે. હાલમાં જ જાહન્વીએ એવી તસવીર શૅર કરી કે ચાહકો તેની સેન્સ ઓફ હ્યૂમરના કાયલ થઈ ગયા.

જાહન્વીએ હાલમાં જ સોશિયલ મીડિયામાં બે તસવીરો શૅર કરી હતી. પહેલી તસવીરમાં જાહન્વી કપૂર લાલ રંગનુ ગાઉન પહેરીને બેઠી છે. સ્ટાઈલિસ્ટ તેના વાળ ઠીક કરે છે. જાહન્વીના હાથમાં ભોજનની પ્લેટ છે. બીજી તસવીરમાં જાહન્વીને તેની ટીમ ગાઉન પહેરાવે છે પરંતુ તે ગાઉન ટૂંકું હોવાથી આવતું નથી. જાહન્વીના ચહેરા પરના એક્સપ્રેશન જોવાલાયક છે. આ તસવીર શૅર કરીને જાહન્વીએ કહ્યું હતું કે બીફોર એન્ડ આફ્ટર.

જાહન્વીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પંજાબમાં ફિલ્મ ‘ગુડ લક જેરી’નું શૂટિંગ કરતી હતી. જોકે, ખેડૂત આંદોલનને કારણે ત્રણ વાર ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું. અંતે, જાહન્વી મુંબઈ આવી ગઈ હતી. જાહન્વી ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘દોસ્તાના’માં જોવા મળશે.

આ ઉપરાંત જાહન્વી કરન જોહરના ડ્રીમ પ્રોજેક્ટ ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ મેગા બજેટ છે, જેમાં વિકી કૌશલ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રણવીર સિંહ તથા ભૂમિ પેડનેકર છે. જાહન્વી રાજકુમાર રાવ સાથે ‘રૂહી અફ્ઝાના’માં જોવા મળશે.

2020માં જાહન્વી ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં જોવા મળી હતી. આ ઉપરાંત નેટફ્લિક્સની એન્થોલોજી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝમ’માં પણ કામ કર્યું હતું. ઈરફાન ખાન સ્ટારર ‘અંગ્રેજી મીડિયમ’માં સ્પેશિયલ સોંગ કર્યું હતું.