હાથ પર લખ્યું, મારા મોતનું કારણ મોબાઈલમાં છે અને પરિણીતી લટકી ગઈ ફાંસીએ

સોમવાર, 13 સપ્ટેમ્બરના રોજ સાંજે 26 વર્ષીય નવપરિણીત દુલ્હને સાસરિયામાં આત્મહત્યા કરી હતી. પરિવારનો આરોપ છે કે મરતા પહેલાં દીકરીએ વીડિયો બનાવીને સાસરીયા હેરાન કરે છે તેવો આરોપ મૂક્યો હતો. આ સાથે જ તેણે પોતાના હાથ પર મોબાઈલનો પાસવર્ડ લખ્યો હતો. પરિવારે મંગળવાર, 14 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરીયા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી ભવાની સિંહે કહ્યું હતું કે મોનિકાએ ઈશ્વરરામની ઢાણી સ્થિત સાસરીયામાં આત્મહત્યા કરી હતી. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને જગ્યાને સીલ કરી હતી. મોનિકાના ભાઈ રમશે આખી ઘટના પોલીસને મોબાઈલમાં કહી હતી.

રાજસ્થાનના જેસલમેરનો આ બનાવ છે. મોનિકાના ભાઈએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે બહેનના લગ્ન 4 મહિના પહેલાં દીપચંદ માળી સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીયા મોનિકાને દહેજ અંગે મેણાટોણા મારતા હતા. મોનિકાના જેઠ ભૂરારામ, જેઠાણી ભંવરી, જેઠાણીનો ભાઈ પ્રતાપ તેને રોજ હેરાન કરતા હતા. પ્રતાપ પણ સાથે જ રહેતો હતો. સતત મેણા સાંભળીને આખરે કંટાળીને તેણે આત્મહત્યા કરી હતી.

મરતા પહેલાં વીડિયો બનાવ્યોઃ રમેશ માલીએ કહ્યું હતું કે તેની બહેને મરતા પહેલાં એક વીડિયો બનાવ્યો છે, જેમાં તેણે મોતનું કારણ તથા જવાબદાર વ્યક્તિના નામ લખ્યા હતા. રમેશે કહ્યું હતું કે તેની બહેને મરતા પહેલાં હાથ પર મોબાઈલનો પાસવર્ડ લખ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તેની મોતનું કારણ મોબાઈલમાં છે.

પોલીસે કેસ કર્યોઃ તપાસ અધિકારી ભવાની સિંહે કહ્યું હતું કે હોસ્પિટલ આગળ મોનિકાનો પરિવાર ભેગો થયો હતો અને પોલીસને કેસ દાખલ કરવાનું કહ્યું હતું. પોલીસે જેઠ, જેઠાણી તથા જેઠાણીના ભાઈ પર 498એ, 304બી તથા 143 કલમ હેઠળ કેસ કર્યો હતો. મોબાઈલ તથા વીડિયોની તપાસ કરવામાં આવશે.