જેઠાલાલનાં ચિત્ર વિચિત્ર કપડાં આખરે આવે છે ક્યાંથી? આ દુકાનેથી કરે છે ખરીદી

સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં જેઠાલાલની વાત, અંદાજ અને કિસ્સા મનમોહક છે. તો જેઠાલાલ જેટલા રંગીલા છે એટલો જ રંગીલો તેમનો પહેરવેશ છે. જેઠાલાલનો શર્ટ અને ગુજરાતી સ્ટાઇલના કુર્તા દર્શકોને રોમાચિંત કરે છે. ખાસ વાત છે કે, જેઠાલાલ આ સિરિયલમાં જે કપડાં પહેરે છે તેમના તે રીપીટ કરતાં નથી. જેમની પાસેથી ‘જેઠાલાલ’ કપડાં લે છે તેમણે ખુદ જણાવ્યું.

જેઠાલાલ જ્યાંથી કપડાં ખરીદે છે તે શૉપનો ખુલાસો થઈ ગયો છે. ગરિમાસ ગુડ લાઇવ નામની ચૅનલની એક્ટ્રસ ગરિમા તે શૉપ વિશે જણાવ્યું જ્યાંથી ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના જેઠાલાલ માટે કપડાં ડિઝાઈન થાય છે. વીડિયોમાં ગરિમા જેઠાલાલના વેલેન્ટાઇન ડેથી નવરાત્રિ સિરીઝ સુધીના આઉટફિટ દર્શકોને બતાવે છે.

ગરિમા શૉપના ઑનરને પૂછે છે કે, ‘આટલા આઇડિયા ક્યાંથી તમને મળે છે?’ જેના જવાબમાં ઓનરે જણાવ્યું કે, ‘ક્યારેય એવું નથી થયું કે પીસ રિપીટ થયો હોય’ ગરિમા સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના ઘણાં એપિસોડમાં જોવા મળી છે. ગરિમાએ જણાવ્યું કે, ‘તે આ સિરિયલ માટે જ્યારે પણ શૂટિંગ કરતી હતી, ખાસ તો જેઠાલાલ સાથે તો તે વિચારતી હતી કે, આ જેઠાલાલના કપડાં આટલાં રંગબેરંગી હોય છે તે ક્યાંથી આવે છે.?’

એક્ટ્રસે જણાવ્યું કે, ‘NV2 કરી એક શૉપ છે જે મુંબઈના બોરિવલીમાં છે. અહીંથી જેઠાલાલનો વોર્ડરોબ બનીને આવે છે.’ વીડિયોમાં જેઠાલાલના તે આઉટફિટ પણ દેખાડવામાં આવ્યાં હતાં જે તેમણે ગણેશ ચતુર્થી પર પહેર્યાં હતાં.

ગરિમા જણાવે છે કે, છેલ્લાં 10 વર્ષથી જેઠાલાલના આઉટફિટ્સ NV2થી આવે છે. શૉપના ઑનર જિતેશ લખાણીનો દાવો છો કે, રેગ્યુલર એપિસોડ હોય અથવા કોઈ સ્પેશિયલ એપિસોડ હોય ક્યારેય જેઠાલાલના કપડાં રિપીટ થતાં નથી.’

ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને લગભગ 12 વર્ષ થઈ ગયાં છે. હજુ પણ આ સિરિયલની લોકપ્રિયતા યથાવત છે. સિરિયલમાં જેઠાલાલનો રોલ દિલીપ જોશી શરૂઆતથી પ્લે કરી રહ્યાં છે.